અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત નહી, 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ

September 01, 2025

અનિરૂદ્ધ જાડેજાને સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે.  સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે  અનિરુદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી છે. જોકે સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. એટલે હવે અનિરૂદ્ધ સિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે અને જેલમાં રહેવું  પડશે.