NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
May 17, 2026
દિલ્હી : નીટ-યુજી પેપર લીકમાં એક પછી એક ધરપકડ અને નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. કેસના મૂળ સુધી પહોંચેલી સીબીઆઈની તપાસમાં નવો ખુલાસો થયો છે કે, નીટનું માત્ર એક પેપર જ નહીં, પ્રશ્નપત્રનો બીજો સેટ પણ લીક થયો હતો. જોકે તપાસમાં મોટો ધડાકો થયો છે કે, પ્રશ્નપત્રની બીજા સેટના સવાલો પણ ‘ગેસ પેપર’ (સંભવિત પ્રશ્નપત્ર)ના સવાલો સાથે એકસરખા મેળ ખાતા હતા. પેપર લીકના મુખ્ય કિંગપિન મનાતા આસિસ્ટન્ટ પ્રોફેસર પી.વી.કુલકર્ણી, સીનિયર ટીચર મનીષા ગુરુનાથ માંધરે અને મનીષા વાઘમારેનું નામ સામે આવ્યું છે.
વાસ્તવમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દર વર્ષે નીટ યુજી પ્રશ્ન પત્રના બે સેટ તૈયાર કરતી હોય છે. આમાંથી કયો સેટ પરીક્ષામાં ઉપયોગ કરાશે, તેની માહિતી માત્ર ડાયરેક્ટર જનરલ પાસે હોય છે. બે સેટમાંથી એક પ્રશ્નપત્રનો સેટ હોય છે, જ્યારે બીજો સેટ રિઝર્વમાં રાખવામાં આવે છે. પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ થાય અથવા પેપર લીક થાય તો તાત્કાલીક બીજા સેટનો ઉપયોગ કરી શકાય તે માટે NTA બે સેટ તૈયાર કરતી હોય છે. જોકે સીબીઆઈની તપાસમાં હવે સામે આવ્યું છે કે, રિઝર્વ સેટનું પેપર પણ પહેલેથી જ લીક થઈ ગયું હતું.
NTA દ્વારા નીટ પરીક્ષા માટે બીજો સેટ પણ તૈયાર કરાયો હતો. જોકે જે પ્રશ્નો NTAના બીજા સેટમાં હતા, તેવા જ પ્રશ્નો આરોપીઓના સંભવિત પ્રશ્નપત્રમાં પણ હોવાનો ખુલાસો થયો છે. આમાં તમામ સવાલો બીજા સેટ સાથે મેચ થયા છે.
ત્રીજી મેના રોજ પ્રશ્નપત્રનો પ્રથમ સેટ પરીક્ષામાં લવાયો હતો અને બીજા સેટ રિઝર્વમાં રખાયો હતો. જોકે હવે બંને સેટના બાયોલોજી અને કેમિસ્ટ્રીના તમામ સવાલો સંભવિત પ્રશ્નપત્રમાં હતા. એટલે કે માત્ર પરીક્ષાના દિવસે આવેલું પ્રશ્નપત્ર જ નહીં, રિઝર્વમાં રખાયેલ પ્રશ્નપત્ર પણ લીક થયું હતું. તપાસ મુજબ, પી.વી.કુલકર્ણી અને મનીષ માંધરેએ મળીને આ સંભવિત પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું અને તેને અનેક રાજ્યોમાં લાખોમાં વેંચ્યા હતા.
સંભવિત પ્રશ્નપત્રમાં બાયોલોજીના 180 અને કેમેસ્ટ્રીના 90 સવાલો એવા છે, જે NTAના બંને નીટ પેપરમાં સામેલ સવાલો સાથે એકસરખા મેળ ખાય છે. બંને સેટ પેપરમાં બાયોલોજીના 90 અને કેમેસ્ટ્રીના 45 સવાલ હતા, એટલે કે ગેસ પેપરમાં અડધો-અડધ સવાલો મેચ થતા હતા.

Related Articles
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...
May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રા...
May 17, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટરમાઇન્ડ! વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ જ સવાલ જણાવ્યાનો આરોપ
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં મા...
May 16, 2026
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો...
May 16, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ...
May 15, 2026
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને ઃ રાહુલના PM પર પ્રહાર
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર...
May 15, 2026
Trending NEWS
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ સ્ટ્રેટને...
15 May, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં...
14 May, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું...
14 May, 2026