મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત! કુવૈત એરપોર્ટ પર ભીષણ ડ્રોન હુમલામાં 60થી વધુ ઈજાગ્રસ્ત
June 03, 2026
કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે. કુવૈતના સત્તાધિકારીઓએ આ માહિતી આપી છે. આ ઉપરાંત કુવૈતમાં આવેલા ભારતીય દૂતાવાસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા ડો. અબ્દુલ્લા અલ-સનદે જણાવ્યું કે, કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલાની ઘટના બાદ અત્યાર સુધીમાં સરકારી હોસ્પિટલોમાં 60 થી વધુ ઘાયલ લોકો આવ્યા છે.
સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરીને, કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે આજે કુવૈત એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના દુ:ખદ અવસાન પર પોતાની ઘેરી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે, 'શોકગ્રસ્ત પરિવારની સાથે-સાથે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તમામ સંભવિત સહાય અને મદદ પૂરી પાડવા માટે કુવૈતના સત્તાધિકારીઓ સાથે સંકલન જાળવવામાં આવી રહ્યુ છે'.
સરકારી સમાચાર એજન્સી KUNAના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના પ્રવક્તા અબ્દુલ્લા અલ-રાજહીએ જણાવ્યું કે, 'બુધવારે ઈરાની હુમલાની ચપેટમાં ટર્મિનલ 1 (Terminal 1) આવ્યા બાદ કુવૈતે હવાઈ ટ્રાફિક સ્થગિત કરી દીધો છે. આ હુમલામાં જાન-માલનું નુકસાન થયું છે અને એરપોર્ટની સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે'. જોકે, ભારતીય દૂતાવાસે મૃતક ભારતીય નાગરિક વિશે વધુ વિગતો જાહેર કરી નથી.
ડો. અલ-સનદે જણાવ્યું કે, 'ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ફરવાનિયા હોસ્પિટલમાં 34 કેસ, જાબેર હોસ્પિટલમાં 17, ઝહરા હોસ્પિટલમાં 5, અલ-અદાન હોસ્પિટલમાં 3, અલ-અમીરી હોસ્પિટલમાં 2 અને અલ-સબાહ હોસ્પિટલ તથા મુબારક અલ-કબીર હોસ્પિટલમાં 1-1 કેસ સામેલ છે. ગંભીર રીતે ઘવાયેલા 7 લોકોની તાત્કાલિક મોટી સર્જરી કરવામાં આવી છે અને આ સિવાય કેટલીક નાની સર્જરી પણ કરવામાં આવી છે. મેડિકલ ટીમો સતત આવા ગંભીર કેસો પર નજર રાખી રહી છે, જેમને ઇન્ટેન્સિવ કેર (ICU) અથવા એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર છે'.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026