બે સંતાનના માતાપિતા અર્જુન, ગેબ્રિએલાએ હવે સગાઈ કરી

December 15, 2025

મુંબઈ: અર્જુન રામપાલે તેની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમિટ્રિએડ્સ સાથે સગાઈ કરી લીધી છે.  અર્જુન અને ગેબ્રિએલા બંને સાત વર્ષથી  લિવ ઈન રિલેશનશિપમાં જ રહે છે અને તેમને બે સંતાનો પણ છે. જોકે, હવે તેમણે તેમના સંબંધને ઔપચારિક સ્વરુપ આપવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે. રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં અર્જુને પોતે ગ્રેબિએલા સાથે સગાઈ કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. અર્જુન  અને ગેબ્રિએલાનો મોટો દીકરો આરિક છ વર્ષનો છે જ્યારે નાનો દીકરો આરીવ બે વર્ષનો છે. ઉલ્લેખનીય છે કે અર્જુનનાં લગ્ન અગાઉ મોડલ મેહર જેસિયા સાથે ૧૯૯૮માં થયાં હતાં. તેઓ માહિકા અને માહિરા એમ બે દીકરીઓનાં માતાપિતા બન્યાં  હતાં. જોકે, ૨૦૧૮માં તેમણે છૂટાછેડાની જાહેરાત કરી હતી.