આર્યન ખાને લખેલી વેબ સીરિઝ ખરીદવા પડાપડી

January 31, 2023

મુંબઇ : શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને લખેલી વેબ સીરિઝની સ્ક્રિપ્ટ ખરીદવા માટે અનેક ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. જોકે, આર્યને આ બાબતે હજુ કોઈ નિર્ણય લીધો નથી.  આર્યને જ્યારે વેબ સીરિઝ લખવાની શરુઆત કરી ત્યારથી જ વેબ પ્લેટફોર્મ વચ્ચે તેના રાઈટ્સ માટે પડાપડી થઈ રહી છે. વેબ પ્લેટફોર્મ્સને શાહરુખના પુત્રની પહેલી સીરિઝ માટે મળનારી પબ્લિસિટીમાં રસ છે. આથી તેઓ આર્યનને જંગી રકમ ઓફર કરી રહ્યા છે.  જોકે, એકવાર કોઈ પ્લેટફોર્મ સાથે સોદો થઈ જાય પછી આર્યને નક્કી સમયમર્યાદામાં સ્ક્રિપ્ટ પૂર્ણ કરવી જ પડે આથી આર્યન હાલ કોઈપણ ઓફરનો પ્રતિસાદ ાપવાનું ટાળી રહ્યો છે.  આર્યને અમેરિકામાં ફિલ્મ મેકિંગનો કોર્સ પણ કર્યો છે. હાલ તો જણાઈ  રહ્યું છે કે એક્ટિંગમાં નહીં પરંતુ પડદા પાછળ રાઈટર તથા ડાયરેક્ટર તરીકે જ કામ કરવા ઈચ્છે છે.