આથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલ લગ્ન ગ્રંથિથી જોડાયાઃ આ ભજન પર લીધા સાત ફેરા

January 23, 2023

મુંબઈ- ભારતીય ક્રકેટર રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. આજે લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન તમામ વિધી સાથે થયા હતા. બંનેએ સાંજે 4.12 વાગ્યે ફેરા લીધા હતા. કપલે કૃષ્ણ ભજન 'અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ' સાથે  સાત ફેરા લીધા હતા. વિધિ સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટી મીડિયા અને તેમના તમામ પ્રશંકોનો આભાર વ્યક્ત કરવા માટે બહાર આવ્યા હતા જેનો વીડિયો રોકેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે રાહુલનો સસરો નહીં પિતા બનીને રહેવા માંગુ છુ. આ મારી ખાસિયત છે અને આ જ કરી શકું છું.


કે.એલ.રાહુલનો પરિવાર અને સુનીલ શેટ્ટીના પરિવાર સિવાય જો બહારના મિત્રોની વાત કરીએ તો રાહુલના ક્રિકેટર મિત્ર ઈશાંત શર્મા અને વરૂણ એરોન હાજર હતા ત્યારે બીજી બાજુ આથિયા શેટ્ટી સાથે કૃષ્ણા શ્રોફ અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર અને ડાયના પેન્ટી હાજર હતા.