ઓસ્ટ્રેલિયામાં ફરી હિંદુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી

March 04, 2023

બ્રિસ્બેન- બ્રિસ્બેન સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર તોડફોડ કરી છે. આ પહેલાં જાન્યુઆરીના મેલબર્નમાં 15 દિવસની અંદર ત્રણ હિંદુ મંદિરો પર હુમલો થયો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. છતાં પણ મંદિરમાં ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. આવી ઘટનાઓ સાબિત કરે છે કે, શાંતિપૂર્ણ અને બહુધર્મી ભારતીય ઓસ્ટ્રેલિયાઈ સમાજમાં નફરત અને વિક્ષેપન કરવાની કોશિશ છે. 


મંદિરના અધ્યક્ષ સતિંદર શુક્લાએ મીડિયાને જણાવ્યું કે, મંદિરમાં પૂજારી અને ભક્તોને આજે સવારે ફોન કર્યો અને આપણા મંદિરની દિવાલો પર તોડફોડ વિશે જાણકારી અપાઈ. શુક્લાએ કહ્યું કે, તેઓ મેનેજમેન્ટ કમિટીના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ તેઓ વિગતવાર નિવેદન આપશે. અગાઉ બ્રિસ્બેનના અન્ય એક હિન્દુ મંદિરને પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.