સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ : 54 ફૂટ ઊંચી પ્રતિમાને 5 હજાર કિલો પુષ્પોની વર્ષા કરાશે

April 21, 2024

- સતત 3 દિવસ ચાલનારા મહોત્સવમાં મારૂતિ યજ્ઞા, મહા અન્નક્ષેત્ર અને મહાઆરતી સહિતના કાર્યક્રમો

- આજે કષ્ટભંજનદેવને રાજોપચાર પૂજન સાથે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તૂતિઃ કાલે મહાઆરતી, ભક્તિ ગીતો સહિતના કાર્યક્રમોઃ મંગળવારે શણગાર આરતી સાથે 250 કિલોની કેક કાપી બર્થ ડે સેલિબ્રેશન 


બોટાદ : બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલાં જગપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ મંદિર પરિસર ખાતે આવતીકાલ તા.૨૧થી સતત ત્રણ દિવસ માટે હનુમાન જયંતી મહોત્સવની અનેકવિધ ધાર્મિક અને રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. ઉપરાંત, આ વખતે પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ૫૪ ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂત પર ૫ાંચ હજાર કિલો પુષ્પોની વર્ષા કરવામાં આવશે. બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આવતીકાલ તા.૨૧થી ૨૩ એપ્રિલ સુધી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ  યોજાશે. આચાર્ય રાકેશપ્રસાદજીના આશીર્વાદથી તથા શાસ્ત્રીસ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવંમ્ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ વિષ્ણુપ્રકાશદાસજીસ્વામી (અથાણાવાળા) ના માર્ગદર્શનમાં યોજાનાર મહોત્સવ અંગે મંદિરના કોઠારી  વિવેકસાગરદાસજીએ વિગતવાર માહિતી  આપી હતી. તેમણે જણાવ્યું કે, સાળંગપુર મંદિરમાં આવતીકાલ તા.૨૧ ને રવિવારે બપોરે ૪ કલાકે કષ્ટભંજનદેવનું ૫૫૫ કિલો પુષ્પ અને ૧૦૦ કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન કરાશે. રાજોપચાર માટે પાંચ પ્રકારના  પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા છે.એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરતાં હનુમાનજીને પૂજામાં ચાર વેદના મંત્રો અને પ્રાંતિક ભાષામાં લખેલા શાો, પુરાણો, ઉપનિષદોનો પાઠ કરવામાં આવશે.

આ સાથે જ શાસ્ત્રીય સંગીત સાથે નર્તકો દ્વારા નૃત્ય પ્રસ્તૂતિ કરવામાં આવશે. તા. ૨૨ને સોમવારે મંદિર પરિસરમાં આવેલી ૫૪ ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂત પર અમદાવાદ, વડોદરા, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવવામાં આવેલાં અલગ-અલગ ૪ પ્રકારના પાંચ હજાર કિલો પુષ્પોનો સંતો અને યજમાનો દ્વારા પુષ્પાભિષેક કરવામાં આવશે.રાત્રિના ૯ કલાકે પૂજન અને મહાઆરતી તથા કીતભાઈ સાગઠિયા દ્વારા ભક્તિ ગીતોની રમઝટ સાથેનો સાંગીતિક કાર્યક્રમ યોજાશે.