દશેરાના પર્વ પર જાણો રાવણ દહનથી લઈને પૂજાનું મુહૂર્ત અને અને વિધિ
October 12, 2024
દશેરા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે રાવણનો વધ કરીને માતા સીતાને લંકામાંથી મુક્ત કરાવ્યા હતા. દર વર્ષે આ અવસર પર લંકાપતિ રાવણ, કુંભકરણ અને મેઘનાદના પૂતળાઓનું દહન કરવામાં આવે છે. એવામાં આજે વિજયાદશમી પર કયા શુભ મુહૂર્ત અને યોગ બની રહ્યા છે તે જાણીએ.
દશેરા 2024 શુભ મુહૂર્ત
દશમી તિથિ 12મી ઓક્ટોબરે એટલે કે આજે સવારે 10.58 કલાકે શરૂ થશે અને 13મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે સવારે 09.08 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, દશેરા 12 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.
પૂજાનો સમય આજે સવારે 11:44 થી 12:30 સુધીનો રહેશે. તે પછી, આજે સમય બપોરે 02:03 થી 02:49 સુધીનો રહેશે, જે 46 મિનિટનો છે અને બપોરના પૂજાનો સમય એટલે કે દેવી અપરાજિતાની પૂજાનો સમય આજે બપોરે 01:17 થી 03:35 સુધીનો રહેશે.
રાવણ દહનનો શુભ સમય
રાવણ દહન પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. તેથી રાવણ દહનનો સમય આજે સાંજે 5.53 થી 7.27 સુધીનો રહેશે.
દશેરા પૂજનવિધિ
આ દિવસે બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરીને તેના પર ભગવાન શ્રી રામ અને મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. આ પછી, હળદરથી ચોખાને પીળા કર્યા પછી, ભગવાન ગણેશને સ્વસ્તિક સ્વરૂપમાં સ્થાપિત કરો. નવ ગ્રહોની સ્થાપના કરો. તમારા ઈષ્ટદેવની આરાઘના કરી ને તેમને સ્થાપનમાં સ્થાન આપો અને લાલ ફૂલથી પૂજા કરો. ત્યારબાદ ગોળથી બનેલું ભોજન ચઢાવો. આ પછી જેટલું બની શકે એટલું દાન કરો અને ગરીબોને ભોજન કરાવો.
દશેરાના ઉપાયો
જોબ-બિઝનેસમાં સફળતા મેળવવા
જો તમે નોકરી કે ધંધામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેને દૂર કરવા માટે દશેરાના દિવસે 'ઓમ વિજયાય નમઃ' મંત્રનો જાપ કરો. આ પછી દેવી દુર્ગાની પૂજા કરો અને તેમને 10 ફળ અર્પણ કરો. ત્યારબાદ આ ફળોને ગરીબોમાં વહેંચો. આનાથી તમામ પીડા અને કષ્ટ દૂર થાય છે.
સુખ અને સમૃદ્ધિનો ઉકેલ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દશેરાના દિવસે સાંજે દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે મંદિરમાં સાવરણીનું દાન કરો. આમ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે.
નાણાકીય સમસ્યાઓનો ઉકેલ
દશેરાના દિવસે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જો તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ ઉપાય ખૂબ જ સારો માનવામાં આવે છે. તેમજ દશેરાના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
Related Articles
2026ના પહેલા જ દિવસથી આ 3 રાશિના જાતકોને ચારેય તરફથી વધશે પૈસાની આવક, કરિયરમાં પણ સારા યોગ
2026ના પહેલા જ દિવસથી આ 3 રાશિના જાતકોને...
Dec 16, 2025
આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ 5 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા!
આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ...
Nov 25, 2025
નવી નોકરી, આવકમાં વૃદ્ધિ અને સન્માનમાં વધારો: 2026માં આ મૂળાંકના જાતકો માટે સફળતાના યોગ
નવી નોકરી, આવકમાં વૃદ્ધિ અને સન્માનમાં વ...
Nov 24, 2025
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં...
Nov 21, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્રણ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્...
Nov 10, 2025
Trending NEWS
17 December, 2025
17 December, 2025
17 December, 2025
17 December, 2025
17 December, 2025
17 December, 2025
17 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025