આ ચાર રાશિના જાતકોના જીવનમાં આવશે બદલાવ: ઓકટોબરની શરૂઆતમાં જ રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ
October 01, 2024

શનિની સ્થિતિમાં નાનો ફેરફાર પણ લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવે છે કેમ કે શનિ કર્મો અનુસાર ફળ આપે છે. 3 ઓક્ટોબર 2024એ શનિનું નક્ષત્ર ગોચર 4 રાશિના જાતકોનું નસીબ બદલી દેશે. શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યાં છે, જેમના સ્વામી રાહુ છે. શનિ અને રાહુ શત્રુ ગ્રહ છે પરંતુ તેમનું આ મિલન 4 રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે.
મેષ રાશિ
શનિના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોને ખૂબ લાભ થશે. ખાસ કરીને વેપારી જાતકને ખૂબ નફો થશે. કાર્ય અંતર્ગત મુસાફરી પણ થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને જોબ ઓફર મળી શકે છે.
વૃષભ રાશિ
શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ શુભ રહેશે. આ સમય આ જાતકોને કરિયરમાં નવી ઊંચાઈઓ આપશે. ખૂબ સફળતા મળશે. વેપારમાં નફો થશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો.
સિંહ રાશિ
શનિ સિંહ રાશિના જાતકોની ઘણી સમસ્યાઓ દૂર કરશે. નોકરી-વેપારમાં સફળતા મળશે. લવ લાઈફ સારી રહેશે. લગ્નજીવનની સમસ્યાઓ ખતમ થશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે શનિ મુશ્કેલી દૂર કરનાર સાબિત થશે. તમને આ સમય પદ, રૂપિયા, યશ ત્રણેય આપશે. જે પ્રમોશનની રાહ જોવાઈ રહી હતી, તે હવે મળશે. રોકાયેલા કામ પૂરા થશે.
Related Articles
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, માતાજીની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ કરો આ ઉપાય
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, મ...
Jun 30, 2025
બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય, આવતીકાલથી શરુ થશે સારા દિવસો
બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભા...
Jun 10, 2025
અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ
અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,...
Jun 01, 2025
3 દિવસ બાદ મેષ રાશિમાં શુક્રનો થશે પ્રવેશ, આ રાશિના જાતકોની થશે 'ચાંદી જ ચાંદી'
3 દિવસ બાદ મેષ રાશિમાં શુક્રનો થશે પ્રવે...
May 28, 2025
આજે શનિજયંતી અને સોમવતી અમાસ:મેષ સહિત ત્રણ રાશિના જાતકો પર સાડાસાતીનો પ્રભાવ, વિશેષ પૂજા કરવી
આજે શનિજયંતી અને સોમવતી અમાસ:મેષ સહિત ત્...
May 26, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025