Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ, મુસાફરોએ માંડ માંડ બચાવ્યો જીવ

August 12, 2025

મોન્ટાના : અમેરિકામાં મોન્ટાનાના કાલિસ્પેલ શહેરમાં ચોંકાવનારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ વિમાન લેન્ડિંગ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાયું હતું. ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જો કે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો અને વિમાન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. 

કાલિસ્પેલ પોલીસ ચીફ જોર્ડન વેનાન્ઝિયો અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યાનુસાર, વિમાન દક્ષિણથી આવી રહ્યું હતું અને રનવે પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈને અન્ય વિમાન સાથે અથડાતાં જ આગ લાગી હતી. સદનસીબે વિમાનમાં સવાર પાઇલટ અને ત્રણ મુસાફરો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા. બે મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી, જેમની સારવાર એરપોર્ટ પર જ કરવામાં આવી હતી.