Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ PM મોદી સાથે ફોન પર કરી વાત

August 12, 2025

યુક્રેન યુદ્ધ અંગે આગામી 15 ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થવા જઈ રહી છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ વિશ્વ નેતાઓનો સંપર્ક વધારવાનું શરૂ કરી દીધું છે. સોમવારે ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે.

ઝેલેન્સકીએ સોશિયલ મીડિાય પર પોસ્ટ કરતા લખ્યું, "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી લાંબી વાતચીત થઈ. અમે અમારા દ્વિપક્ષીય સહયોગ અને એકંદર રાજદ્વારી પરિસ્થિતિ સહિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. હું અમારા લોકોને ઉષ્માભર્યા સમર્થન માટે વડાપ્રધાનનો આભારી છું."

વડાપ્રધાન મોદીએ X પર આ વાતચીત વિશે પણ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, "રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરીને અને તાજેતરના વિકાસ પર તેમના મંતવ્યો જાણીને મને આનંદ થયો. મેં તેમને સંઘર્ષનો વહેલો અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભારતના મક્કમ વલણ વિશે વાત કરી. ભારત આ સંદર્ભમાં શક્ય તેટલું યોગદાન આપવા તેમજ યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે."