Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ટ્રમ્પે ચીનની ટેરિફ સીમા 90 દિવસ વધારી

August 12, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અને તેની સાથે જોડાયેલા અનેક નિવેદનને લઇને આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. ભારત પર તેમણે 50 ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે. ચીન સાથે તેમના સંબંધો ઘણા ખરા બગડી ચૂક્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક હાલ તેમની વચ્ચે સુધાર થતો જોવા મળી રહ્યો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સીમાને 90 દિવસ માટે આગળ વધારવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યુ કે, આ નિર્ણય ચીન પર મધ્યરાત્રિની સમય સીમાના કેટલાંક કલાકો પહેલા જ લેવામાં આવ્યો. જોકે પાછલાં 90 દિવસનો પ્રતિબંધ સમાપ્ત થવાનો છે.