Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

જો કોઈ ગેરકાયદેસર રીતે બ્રિટન આવશે અટકાયતમાં લેવાશે : કીર સ્ટાર્મર

August 12, 2025

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે તેમની સરકાર ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામે કડક વલણ અપનાવશે. તેમને ચેતવણી આપી હતી કે જો કોઈ ગેરકાયદેસર રીતે બ્રિટન આવશે, તો તેને અટકાયતમાં લેવામાં આવશે અને તેના વતન દેશનિકાલ કરવામાં આવશે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે 'જો તમે આ દેશમાં ગેરકાયદેસર રીતે આવો છો, તો તમને અટકાયતમાં લેવામાં આવશે અને પાછા મોકલવામાં આવશે. જો તમે આ દેશમાં આવીને ગુનો કરો છો, તો અમે તમને વિલંબ કર્યા વિના દેશનિકાલ કરીશું.'

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે વિદેશી ગુનેગારો ઘણા લાંબા સમયથી બ્રિટનની ઈમિગ્રેશન સિસ્ટમનો લાભ લઈ રહ્યા છે. તેમને કહ્યું કે તેઓ મહિનાઓ કે વર્ષો સુધી બ્રિટનમાં રહે છે જ્યારે તેમની અપીલ કોર્ટમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તેમને બીજી પોસ્ટમાં કહ્યું કે 'આ હવે સમાપ્ત થઈ રહ્યું છે. જો વિદેશી નાગરિકો બ્રિટનમાં કાયદાનો ભંગ કરે છે, તો તેમને શક્ય તેટલી વહેલી તકે દેશનિકાલ કરવામાં આવશે.'