ગાઝામાં ઈઝરાયલનો ભયાનક હુમલો, 6 પત્રકારોના મોત, IDF એ એકને હમાસનો આતંકી ગણાવ્યો

August 11, 2025

ગાઝામાં ઈઝરાયલ દ્વારા હુમલાઓનો દોર સતત ચાલુ છે. ગઈકાલે ગાઝા શહેરમાં પત્રકારો દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલા તંબૂ પર ઈઝરાયલે હુમલો કરતાં કતારની મીડિયા ચેનલ અલ ઝઝીરાના અરબી રિપોર્ટર અનસ અલ-શરીફનું મોત થયુ છે. આ હુમલા પહેલાં અનસ અલ-શરીફે સોશિયલ મીડિયા પર આઈડીએફના બોમ્બ ધમાકાનો વીડિયો શેર કર્યો હતો. તેમણે પોતાની અંતિમ પોસ્ટમાં લખ્યું હતું કે, ઈઝરાયલ દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે. બે કલાકથી ગાઝા શહેર પર ઈઝરાયલનું આક્રમણ વધ્યું છે.

અલ ઝઝીરાએ જણાવ્યા મુજબ, 28 વર્ષીય અલ-શરીફનું ઈઝરાયલના હુમલામાં મોત થયુ છે. ગાઝામાં અલ-શિફા હોસ્પિટલના મેઈન ગેટની બહાર પત્રકારો માટે ઉપયોગમાં લેવાઈ રહેલા એક તંબુ પર ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ સાત લોકોના મોત નીપજ્યા છે. જેમાં અલ ઝઝીરાના સંવાદદાતા મોહમ્મદ કેરીકેહ, કેમેરા ઓપરેટર ઈબ્રાહિમ ઝહેર, મોહમ્મદ નૌફલ અને મોઆમેન અલીવા અને આસિસ્ટન્ટ મોહમ્મદ નૌફલ, રિપોર્ટર અનસ અલ-શરીફનું મોત થયુ છે.