Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

બે બાળકોના પિતા ધનુષને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? અટકળો પર આખરે મૌન તોડ્યું

August 12, 2025

બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરની લવ લાઈફ હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, એક્ટ્રેસ તમિલ ફિલ્મના સુપરસ્ટાર ધનુષને ડેટ કરી રહી છે. બંને પાર્ટી, સ્ક્રીનિંગ સહિત અનેક જગ્યાઓએ સાથે જોવા મળ્યા છે. અહીં સુધી કે  મૃણાલ ધનુષની બહેનોને પણ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. બંનેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંનેની મિત્રતા હવે રોમાન્સમાં બદલાઈ ગઈ છે અને તેઓ પોતાના રિલેશનને લાઈમ લાઈટથી દૂર રાખવા માંગે છે. આ તમામ અટકળો વચ્ચે હવે પોતાના અફેરના સમાચાર પર એક્ટ્રેસે મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યુમાં મૃણાલે ધનુષ સાથે પોતાના અફેરના સમાચારને ખોટા ગણાવ્યા છે. એક્ટ્રેસે કહ્યું કે, ધનુષ મારો માત્ર એક સારો મિત્ર છે. તેણે આ અફવાઓને રમુજ ગણાવતા કહ્યું કે, તેમાં કોઈ સત્ય નથી. મૃણાલે એ પણ સ્પષ્ટ કર્યું કે, 'સન ઓફ સરદાર 2'ના પ્રીમિયર પર ધનુષ મારી ગેસ્ટ લિસ્ટમાં સામેલ ન હતો. ધનુષ તે ઈવેન્ટમાં અજય દેવગણના કહેવા પર આવ્યો હતો. તેમાં મારો કોઈ રોલ ન હતો. આ બંને વચ્ચેના અફેરના સમાચાર પહેલી વાર ત્યારે સામે આવ્યા હતા જ્યારે મૃણાલ 'તેરે ઇશ્ક મેં' ના રેપ-અપ પાર્ટીમાં ધનુષ સાથે નજર આવી હતી. ત્યારબાદ સન ઓફ સરદાર 2 સ્ક્રિનિંગથી તેમનો એક નાનો વીડિયો વાયરલ થયો હતો. ધનુષ 18 વર્ષ સુધી એશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન સંબંધમાં રહ્યો છે. 2022માં બંનેએ અલગ થવાનું એલાન કર્યું હતું, તે બંનેને બે બાળકો છે, જેમનો ઉછેર બંને સાથે મળીને કરી રહ્યા છે. આ ઉપરાંત એક્ટર પોતાની અપકમિંગ ફિલ્મો પર કામ કરી રહ્યો છે. તે  ક્રિતી સેનન સાથે ફિલ્મ 'તેરે ઇશ્ક મેં' માં જોવા મળશે.