Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ભારતના સ્ટારે ખેલાડીએ કાર ખરીદી અને તે જ દિવસે દંડ ભરવો પડ્યો! તંત્રએ નોટિસ પણ ફટકારી

August 12, 2025

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશદીપ સિંહે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાના ઉમદા પર્ફોર્મન્સના કારણે પ્રશંસા મેળવી હતી. ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ રક્ષાબંધનના દિવસે આકાશદીપે લખનઉના એક ડીલર પાસેથી કાળા રંગની ટોપ મોડલ ફોર્ચ્યુનર ખરીદી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જો કે, બાદમાં આ કારના કારણે ભારતીય પેસરે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર પ્રદેશના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આકાશદીપને અને ગાડીના ડીલરને નોટિસ ફટકારી છે. ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કેન્દ્રીય મોટરયાન નિયમાવલી 1989ના નિયમ 44 હેઠળ આકાશદીપ અને લખનઉ સ્થિત સની મોટર્સ ડીલરશીપ મેસર્સ વિરૂદ્ધ શો-કોઝ નોટિસ જાહેર કરી છે. આ નોટિસ ફટકારવા પાછળનું કારણ રજિસ્ટ્રેશનની અધૂરી પ્રોસેસ હતી. આકાશદીપે આ કાર માટે UP32QW0041 નો ફેન્સી નંબર લીધો છે. જો કે, ડીલરે રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ અને થર્ડ રજિસ્ટ્રેશન માર્ક લગાવી ગાડી ડિલિવર્ડ કરી હતી.  ARTO લખનઉની તપાસ અને વાહન પોર્ટલ રેકોર્ડ અનુસાર, ગાડીનું વેચાણ 7 ઓગસ્ટના રોજ થયું હતું. પરંતુ ઈન્સ્યોરન્સ 8 જુલાઈના રોજ કરાવવામાં આવ્યો હતો. અત્યારસુધી રોડ ટેક્સની ચૂકવણી પણ કરી નથી. સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ અધૂરી છે. આકાશદીપ સિંહને મોટરયાન એક્ટ, 1988ની કલમ 39,41 (6) અને 207 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. તેને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, રજિસ્ટ્રેશન, હાઈ સિક્યોરિટી નંબર અને થર્ડ રજિસ્ટ્રેશન માર્ક સાથે કાર રસ્તા પર ચલાવશો નહીં. આદેશના ભંગની સ્થિતિમાં ગાડી જપ્ત કરવાની કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તેમજ 9 ઓગસ્ટે રજિસ્ટ્રેશન વિના ગાડી હંકારવા બદલ આકાશદીપને મેમો પર ફટકારવામાં આવ્યો હતો.