એબી ડી વિલિયર્સના મતે 5 બેસ્ટ ક્રિકેટરમાં વિરાટ કોહલી સામેલ નહીં, પાકિસ્તાનના ક્રિકેટરને આપ્યું સ્થાન

September 01, 2025

ક્રિકેટ પ્રેમીઓ જાણે છે કે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ વચ્ચે ગાઢ મિત્રતા છે. આ બંને ખેલાડીઓ એકબીજાના વખાણ કરતા ક્યારેય થાકતા નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સને પાંચ બોસ્ટ ક્રિકેટરો વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેણે  આ યાદીમાં વિરાટ કોહલીનો સમાવેશ કર્યો ન હતો. કેપ્ટન બન્યા પછી ટેસ્ટ ક્રિકેટને એક અલગ સ્તરે લઈ જનાર વિરાટ કોહલીને એબી ડી વિલિયર્સે ટોચના પાંચ બેસ્ટ ક્રિકેટરોમાં સામેલ ન કરવા બદલ માફી પણ માંગી હતી. એબી ડી વિલિયર્સની ટોચના પાંચ બેસ્ટ ક્રિકેટરોની યાદીમાં, સચિન તેંડુલકર સહિત એક ખેલાડી પાકિસ્તાનનો છે, જ્યારે અન્ય ત્રણ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના છે. તેણે આ યાદીમાં ઓલરાઉન્ડર જેક્સ કાલીસ, એન્ડ્રુ ફ્લિન્ટોફ, પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફ અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્નનો સમાવેશ કર્યો છે.
એક ઈન્ટરવ્યુમાં એબી ડી વિલિયર્સે જણાવ્યું હતું કે, 'જેક્સ કાલીસ, એન્ડ્રુ ફ્લિન્ટોફ, મોહમ્મદ આસિફ, શેન વોર્ન અને દિગ્ગજ સચિન તેંડુલકર ક્રિકેટ ચાહકો સાથે જાડાયેલા છે. જ્યારે સચિન તેંડુલકર બેટિંગ કરવા મેદાનમાં ઉતરતા, ત્યારે તેમનું જે રીતે સ્વાગત કરવામાં આવતું, જાણે એવું લાગતું હતું કે બધું જ થંભી થઈ ગયું છે. તેમને બેટિંગ કરતા જોવા ખૂબ જ સારૂ લાગતું હતું. વિરાટ માફ કરશો કારણ કે આવા સવાલોના જવાબ આપવા ખૂબ મુશ્કેલ છે.' પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ આસિફને પણ બેસ્ટ બોલર ગણાવતા એબી ડી વિલિયર્સે કહ્યું કે, 'મોહમ્મદ આસિફ સામે મે બેટિંગ કરી છે, તે બેસ્ટ ફાસ્ટ બોલર હતા. મને શેન વોર્ન સામે રમવાનું ખૂબ ગમ્યું, પરંતુ મને ક્યારેય કોઈ મુશ્કેલી પડી નહીં. મને તેમનું વ્યક્તિત્વ, ફ્લોપી ટોપી, ઝિંક ક્રીમ, સોનેરી વાળ ગમ્યા. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ અંગે એબી ડી વિલિયર્સે કહ્યું કે, 'જેક્સ કાલીસ અત્યાર સુધીના બેસ્ટ ક્રિકેટર છે. આ ઉપરાંત એન્ડ્રુ ફ્લિન્ટોફ જે મોટી મેચોમાં સારું પ્રદર્શન કરતો હતો. એજબેસ્ટનમાં તેણે કાલીસને જે યોર્કર ફેંક્યો હતો તે મેં અત્યાર સુધી જોયેલી શ્રેષ્ઠ યોર્કર હતો.'