Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

August 12, 2025

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે (12મી ઓગસ્ટ) મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે, 'મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે કે મૌખિક પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે. આ માટે કોઈ પણ લેખિત કરારની જરૂર નથી.' ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ. વાય. કોગજે અને એન. એસ. સંજય ગૌડાની બેન્ચે રાજકોટની ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં એક મુસ્લિમ દંપતિએ મુબારત દ્વારા લગ્ન વિચ્છેદ માટે રાજકોટ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જે ફગાવી દેવાઈ હતી. આ કેસમાં રાજકોટની ફેમિલી કોર્ટની દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટ્સ એક્ટની કલમ 7 હેઠળ આ અરજી  ટકી શકે એમ નથી કારણ કે, આ દંપતિએ પરસ્પર સંમતિ માટે કોઈ લેખિત કરાર કર્યો નથી.  જો કે, ગુજરાત હાઈકોર્ટે કુરાન અને હદીસમાં વર્ણવવામાં આવેલી પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, 'મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે કે પરસ્પર મૌખિક સંમતિથી નિકાહ સમાપ્ત કરી શકે છે.' આ સાથે હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિષ્કર્ષમાં ભૂલ જણાવીને ઉલ્લેખ કર્યો હતો કે, મુસ્લિમોમાં છૂટાછેડા માટે લેખિત કરાર જરૂરી છે એવું કુરાનની કોઈ પણ આયત કે હદીસમાં કહેવાયું નથી. એટલું જ નહીં, મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ પણ આવી કોઈ પ્રથા અનુસરવામાં આવતી નથી.