Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ

August 12, 2025

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રસ્તા પર રખડતાં તમામ કૂતરાને પકડીને ખસીકરણ કરવા તેમજ સ્થાયી રૂપે તેમને શેલ્ટર હોમમાં રાખવા આદેશ આપ્યો છે. આ આદેશ અંગે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતાં કૂતરા હટાવવાનો નિર્દેશ માનવ અને વિજ્ઞાન આધારિત દાયકાઓ જૂની નીતિથી વિરોધાભાસી છે. આ અબોલ પશુઓ એટલી મોટી સમસ્યા નથી, જેને દૂર કરી દેવાય. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, શેલ્ટર્સ, ખસીકરણ, વેક્સિનેશન અને કોમ્યુનિટી કેરથી પણ દેશના રસ્તા સુરક્ષિત રહી શકે છે, અને તે પણ કોઈપણ પ્રકારની ક્રૂરતા વિના. પરંતુ અચાનક સામૂહિક ધોરણે કૂતરાને રસ્તા પરથી હટાવી દેવાનું પગલું ક્રૂર અને નિર્દયી છે. આપણે જન સુરક્ષા અને પશુ કલ્યાણને એક સાથે સુનિશ્ચિત કરી જ શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે રસ્તા પર રખડતાં કૂતરાના ત્રાસ પર થયેલી અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે. કોર્ટે આઠ સપ્તાહની અંદર રખડતાં કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ છ સપ્તાહની અંદર 5000 કૂતરા પકડવાનું અભિયાન શરૂ કરવા પણ કહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં તેની શરૂઆત કરવા સૂચન કર્યું છે. આ કાર્યવાહીમાં અડચણ નાખનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ નિર્દેશ કર્યો છે.