Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

જાપાનના ક્યુશૂ દ્વીપ પર ભારે વરસાદે મચાવી તબાહી, અનેક લોકો થયા ગુમ

August 12, 2025

જાપાનમાં છેલ્લાં એક અઠવાડિયાથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે દક્ષિણી કાગોશિમા પ્રાંતમાં એક વ્યક્તિ ગુમ થયો છે અને અન્યા 4 લોકો ઘાયલ થયા છે. ત્યાર બાદ ક્યુશુના ઉત્તરી ભાગમાં વધુ ભારે વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. જાપાનના દક્ષિણી ક્ષેત્ર સ્થિતિ ક્યુશુ દ્વીપ પર ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખ્લને તબાહી મચાવી છે. આ આફતમાં અનેક લોકો ઘાયલ થયા છે. જોકે દ્વીપ પર રજાઓ માણવા પહોંચેલા લોકો ગુમ થયા છે. બચાવકર્મી ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે જાપાનમાં છેલ્લાં એક અઠવાડિયાથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે દક્ષિણી કાગોશિમા પ્રાંતમાં એક વ્યક્તિ ગુમ થયો છે અને અન્યા 4 લોકો ઘાયલ થયા છે. ત્યાર બાદ ક્યુશુના ઉત્તરી ભાગમાં વધુ ભારે વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. જાપાનના હવામાન વિભાગના આધારે સોમવારે કુમામોટોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. અગ્નિશમન અને તમેદા મેનેજમેન્ટ એજન્સીએ કુમામોટો અને ક્ષેત્રના 6 અન્ય પ્રાંતોમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપી છે.

કુમામોટો અને નજીકના ફુકુઓકામાં વહેતી નદીઓમાં પડી જવાથી ઘણા લોકો ગુમ થયાના અહેવાલ પણ મળી રહ્યા છે. એક વીડિયો પણ એનો વાયરલ થયો હતો. જેમાં કીચડ પાણી સાથે વહી રહ્યો છે. આ સિવાય તૂટેલા વૃક્ષ, લોકોના ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયુ છે. ભારે વરસાદને કારણે અઠવાડિયા દરમિયાન મુસાફરી કરતા લોકો પર પણ અસર પડી.