Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

35 વર્ષ જુના કાશ્મીરી પંડિત નર્સ હત્યા કેસમાં યાસીન મલિકના ઘરે દરોડા

August 12, 2025

મંગળવારે શ્રીનગરમાં 8 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટની હત્યાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એપ્રિલ 1990માં થયેલી આ હત્યાની તપાસ માટે SIAએ પહેલી વાર દરોડા પાડ્યા છે. આ કેસ તે સમયનો છે જ્યારે કાશ્મીરી પંડિતો પર હુમલાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસ તે સમયનો છે જ્યારે કાશ્મીરી પંડિતો પર હુમલાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વહીવટીતંત્રે તાજેતરમાં 1990ના દાયકાની શરૂઆતમાં થયેલી કાશ્મીરી પંડિત હત્યાઓના કેસ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય હેઠળ, SIAએ આ કાર્યવાહી શરૂ કરી છે.

શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના ભૂતપૂર્વ વડા યાસીન મલિકના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મોટાભાગની જગ્યાઓ જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તે ભૂતપૂર્વ JKLF કમાન્ડરોના છુપાયેલા સ્થળો હોવાનું જાણવા મળી રહ્યું છે.