Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

આસિમ મુનીર વરદી પહેરેલો લાદેન, પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ જ ઉઠાવ્યા અમેરિકાની નીતિ પર સવાલ

August 12, 2025

અમેરિકા અને રશિયા વચ્ચે થનારી પ્રસ્તાવિત બેઠક પહેલા પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાન અને તેના સેના પ્રમુખ જનરલ મુનીર પર આકરા પ્રહારો કર્યા છે. રુબિને મુનીરને વરદી પહેરેલો ઓસામા બિન લાદેન ગણાવ્યો છે. રૂબિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અભિગમ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ટ્રમ્પ એક બિઝનેસમેન છે અને હોર્સ ટ્રેડિંગના આદી છે, પરંતુ એ સમજવું મહત્વપૂર્ણ છે કે ખોટો શાંતિ કરાર ખરેખર યુદ્ધને આગળ વધારી શકે છે. ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષા  નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની છે, પરંતુ તેમણે સમજવું જોઈએ કે આતંકવાદને માત્ર ફરિયાદોના ચશ્માથી ન જોઈ  શકાય. પેન્ટાગોનના આ પૂર્વ અધિકારીએ પાકિસ્તાન પર પરમાણુ હથિયારોથી લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમના મતે જ્યારે કોઈ દેશ અડધા વિશ્વને પરમાણુ હથિયારોથી ધમકાવે છે, તેથી એ સ્પષ્ટ સંકેત છે કે તેણે એક કાયદેસર રાજ્ય બનવાનો અધિકાર ગુમાવી દીધો છે. રુબિને તો એમ પણ કહ્યું હતું કે અમેરિકાએ હવે પાકિસ્તાન પ્રત્યેની પોતાની નીતિઓ પર ગંભીરતાથી પુનર્વિચાર કરવો જોઈએ. તેમનું માનવું છે કે, ભવિષ્યમાં અમેરિકન વહીવટીતંત્રે પાકિસ્તાન જઈને તેના પરમાણુ હથિયારોની સુરક્ષા પોતાના હાથમાં લેવાનું વિચારવું પડશે, કારણ કે આ વિકલ્પ એટલો ખતરનાક છે કે તેને અવગણી શકાય નહીં. અમેરિકા અને રશિયા વચ્ચે પ્રસ્તાવિત વાટાઘાટો પહેલાથી જ વૈશ્વિક રાજકીય વાતાવરણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.