Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ

August 12, 2025

સુરતમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર બે બાળકો સાથે માતા માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. જોકે, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

મળતી માહિતી અનુસાર, મંગળવારે (12 ઓગસ્ટ)  27 વર્ષીય મહિલા બે બાળકો 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પુત્રી સાથે બપોરે 12 વાગ્યે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2ની આગળ પહોંચી હતી. આ દરમિયાન એક માલગાડી પસાર થતા ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સૂઈ ગઈ હતી. ટ્રેનની અડફેટે આવતા મહિલાના શરીરના બે ટુકડાં થઈ ગયાં હતાં. જ્યારે બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી. હાલ આ મહિલા કોણ છે તે અંગે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.