Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

સમીરા રેડ્ડીનું 13 વર્ષ પછી કમબેક : હોરર ફિલ્મમાં દેખાશે

August 12, 2025

મુંબઇ : સમીરા રેડ્ડી ૧૩ વરસ પછી ફરી રૂપેરી પડદે અભિનય કરતી જોવા મળશે. છેલ્લે તે ૨૦૧૨મા ં 'તેજ' ફિલ્મમાં જોવા મળી હતી. હવે ૪૬ વર્ષીય સમીરા 'ચીમની' નામની હોરર-થ્રિલર ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મ આ વરસના અંતમાં રિલીઝ કરવામાં આવશે. સમીરાએ કબૂલ્યું હતું કે એક દાયકા કરતાં વધારે સમય પછી મૂવી કેમેરાનો સામનો કરતી વખતે તે નર્વસ થઈ ગઈ છે. તેણે જણાવ્યું હતું કે તેના સંતાનોે તેને ફિલ્મોમાં કમબેક માટે ઉત્તેજન આપ્યું  હતું. સમીરા લગ્ન પછી ગોવા શિફ્ટ થઈ ચૂકી છે. તેના અને તેની સાસુના ફન વિડીયોઝ બહુ લોકપ્રિય છે. ઈન્સ્ટા પર તેના ૧૮ લાખથી વધુ ફોલોઅર્સ છે. એક એકટ્રેસ કરતાં  પણ એક સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર તરીકે તેણે પોતાની નવી ઓળખ બનાવી છે.