અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ

March 24, 2024

- રામલલાને દરરોજ રંગબેરંગી વસ્ત્રો અને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે
અયોધ્યા :  અયોધ્યામાં હોળીની ધૂમ રંગભારી એકાદશીથી શરૂ થઈ ચૂકી છે. અહીં રોજ અબીલ-ગુલાલ ઉડી રહ્યા છે. ધાર્મિક ગીત-સંગીતના કાર્યક્રમ થઈ રહ્યા છે. રામલલાને ફાગના ગીતો સંભળાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રામલલાને દરરોજ રંગબેરંગી વસ્ત્રો અને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. આ સાથે જ હવામાનમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખી રામલલા માટે રસપ્રદ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે.
હોળીના દિવસ માટે અયોધ્યા શ્રી રામ મંદિરમાં રામલલાને પણ અબીર અને ગુલાલ અર્પણ કરવામાં આવી રહ્યા છે. ભગવાન માટે થંડાઈથી 56 ભોગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે, આ રામલલા નવા મંદિરમાં વિરાજમાન થયા બાદ આ પહેલી હોળી છે અને ભક્તો તેમના ભગવાન સાથે હોળી રમવા માટે અયોધ્યા આવી રહ્યા છે. હોળીના દિવસે ભગવાનને સુંદર વસ્ત્રો અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. રામલલાને થંડાઈ સહિત 56 ભોગ ચઢાવવામાં આવશે. અબીલ-ગુલાલ અર્પણ કરવામાં આવશે અને ફાગ ગીતો સંભળાવવામાં આવશે. બીજી તરફ ભક્તો સરળતાથી દર્શન કરી શકે અને તેમને સલામતી અને સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.