વેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે ભારતનું અયોધ્યા, 6 મહિનામાં 1.75 કરોડથી વધુ ભક્તો આવ્યા
June 25, 2024
અયોધ્યા- દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે અયોધ્યા કેમ કે વેટિકન અને મક્કામાં 1 વર્ષમાં 2.25 કરોડ લોકો આવે છે. જ્યારે અયોધ્યામાં માત્ર 6 મહિનામાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 1.75 કરોડને પાર કરી ગયો છે. કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી પણ શ્રદ્ધાળુઓનો જોશ ઓછો કરી શકી નથી ત્યારે મંદિર નિર્માણ સમિતિના ચેરમેને કયો મોટો દાવો કર્યો છે?. અયોધ્યામાં હાલમાં 600 કરોડના ખર્ચે કઈ સુવિધા બનાવાઈ રહી છે?
22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જેના પછી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો રોજ દર્શન કરવા આવી રહ્યા છે. એટલે કે રોજ 2 લાખ શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરવા આવે છે. દુનિયામાં અયોધ્યા એટલા માટે ધાર્મિક રાજધાની બની ગઈ છે. કેમ કે દુનિયામાં આટલી મોટી સંખ્યામાં કોઈપણ ધર્મના ધર્મસ્થળ પર પ્રવાસી કે શ્રદ્ધાળુ જઈ રહ્યા નથી. ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ વેટિકન સિટીમાં વાર્ષિક લગભગ 90 લાખ લોકો આવે છે. જ્યારે મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કામાં ગયા વર્ષે 1.35 કરોડ લોકો આવ્યા હતા. કડકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી શ્રદ્ધાળુઓની આસ્થા તેના પર હંમેશા ભારે પડી છે. ભગવાનના દર્શન કરવા માટે ગમે તેવી મુશ્કેલી સહન કરીને પણ પહોંચી જાય છે. હાલમાં અયોધ્યાના મંદિર પરિસરમાં વિવિધ નિર્માણ કાર્યો પણ ચાલી રહ્યા છે અને તે માર્ચ 2025 સુધીમાં પૂરા થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
Related Articles
આજે ધનતેરસ, ચાર શુભ યોગના કારણે આ પાંચ રાશિના જાતકોને થશે ધનલાભ, કરિયર-લાઈફ પાર્ટનર પણ આપશે સાથ
આજે ધનતેરસ, ચાર શુભ યોગના કારણે આ પાંચ ર...
આગામી 24મીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં, સાધના માટે શ્રેષ્ઠ દિવસ; સોનુ-ચાંદી, ગાયનું ઘી, ચોપડા ખરીદી શકાય
આગામી 24મીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં, સાધન...
Oct 19, 2024
કરવા ચોથ પર 80 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ 5 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
કરવા ચોથ પર 80 વર્ષ બાદ દુર્લભ સંયોગ, આ...
Oct 14, 2024
દશેરાના પર્વ પર જાણો રાવણ દહનથી લઈને પૂજાનું મુહૂર્ત અને અને વિધિ
દશેરાના પર્વ પર જાણો રાવણ દહનથી લઈને પૂજ...
Oct 12, 2024
આજે પ્રથમ નોરતે અંબાજી મંદિરમાં ગંધાષ્ટકમ અત્તરનું પૂજન કરાશે
આજે પ્રથમ નોરતે અંબાજી મંદિરમાં ગંધાષ્ટક...
Oct 03, 2024
નવરાત્રિના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્ત્વ, જાણો કયા દિવસે કયા રંગના વસ્ત્રો ધારણ કરવા છે શુભ
નવરાત્રિના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્ત્...
Oct 01, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024