મહારાષ્ટ્રની હોટ સીટ પર શરદની 'પાવર ગેમ', અજિત સામે 'ભત્રીજા'ને ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી
October 28, 2024
મહારાષ્ટ્રમાં ઘણી બેઠકો પર રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. તેમાં પણ સૌથી વધુ ચર્ચિત બેઠક બારામતી વિધાનસભા છે. અહીંથી અજિત પવાર ફરીથી ચૂંટણી મેદાનમાં છે, જેઓ 1991થી સતત અહીંથી જીત હાંસલ કરી રહ્યા છે. આ વખતે સ્થિતિ વિપરીત છે. ગત વર્ષે જ તેઓ કાકા શરદ પવાર સાથે બળવો કરી તેઓ NDA ગઠબંધનમાં સામેલ થઈ ગયા હતા. તેઓ 40 ધારાસભ્યો સાથે લાવ્યા હતા અને પછી એનસીપી જ તેમની થઈ ગઈ. હવે શરદ પવારની આગેવાની હેઠળ જે જૂથ છે તેની ઓળખ એનસીપી-શરદચંદ્ર પવાર તરીકે છે. આવી રીતે પરિવારથી લઈને પાર્ટીના સમીકરણો બદલાઈ ગયા છે અને બારામતી વિધાનસભા બેઠક પર તેની અસર સૌથી વધુ જોવા મળી રહી છે. અત્યાર સુધી અજિત પવાર એકજૂથ NCPથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ વખતે તેઓ પોતાની અલગ પાર્ટીથી ઉમેદવાર છે અને તેમની સામે કાકા શરદ પવાર પણ ભત્રીજા કાર્ડ રમ્યા છે. NCP-SPએ બારામતીથી અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. યુગેન્દ્ર પવાર શરદ પવારના પૌત્ર છે અને અજિત પવારના મોટા ભાઈ શ્રીનિવાસના પુત્ર છે. આમ જે રીતે અજિત પવારે કાકા શરદ પવારથી અલગ વલણ અપનાવ્યું હતું. તેવી જ રીતે શરદ પવારે અજિતના જ ભત્રીજાને તેમની સામે ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હવે સવાલ એ છે કે શું ભત્રીજાઓ વચ્ચેની આ જંગમાં પરિણામ બદલાશે? આ વચ્ચે અજિત પવારે પોતાના પુત્ર પાર્થને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. બારામતીમાં પ્રચાર કરતી વખતે પાર્થે કહ્યું હતું કે, 'અહીં 30 વર્ષથી વિકાસ થઈ રહ્યો છે અને આ બધું કામ અજીત દાદાએ કર્યું છે. 90ના દાયકાથી બારામતીના લોકો સતત જોઈ રહ્યા છે કે, કેવી રીતે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.' આ દરમિયાન જ્યારે તેમને લોકસભા ચૂંટણીની લડાઈ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ત્યારે એક ભાવનાત્મક મુદ્દો બની ગયો હતો. આ વખતે એવું નહીં થાય. હવે લોકો વ્યવહારિક રીતે વિચારી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પણ બારામતીમાં રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. અહીં અજિત પવારે પોતાની પત્ની સુનેત્રને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે શરદ પવાર જૂથમાંથી શરદ પવારે પોતાની પુત્રી સુપ્રિયા સુલેને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અંતે જ્યારે પરિણામ આવ્યું ત્યારે સુનેત્રને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અજિત પવારે એમ પણ કહ્યું હતું કે, લોકો પરિવારથી અલગ થનારાને સમર્થન નથી આપતા. તેમણે કહ્યું હતું કે, તેની બહેનની સામે પત્નીને ચૂંટણીમાં ઉતારવી એ મારી ભૂલ હતી. તેના પર શરદ પવાર જૂથે ટોણો માર્યો હતો અને કહ્યું કે, અજિત પવારને આ વાત હાર પછી જ સમજાઈ.
Related Articles
રાહુલ ગાંધીનો રણકારઃ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ, 1 વર્ષમાં પડી જશે NDA સરકાર!
રાહુલ ગાંધીનો રણકારઃ 22 લાખ વિદ્યાર્થીઓન...
May 24, 2026
'આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના તીખા પ્રહાર
'આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમા...
May 20, 2026
ઇ-ફાર્મસીના વિરોધમાં આજે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાળ, દેશભરમાં 15 લાખથી વધુ દવાની દુકાનો બંધ રહેશે
ઇ-ફાર્મસીના વિરોધમાં આજે કેમિસ્ટોની દેશવ...
May 20, 2026
પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો: 'આગામી દિવસોમાં કેન્દ્રમાંથી પણ ભાજપ સરકાર હટી જશે'
પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્...
May 20, 2026
એમએ ઇતિહાસની પરીક્ષામાં બ્રાહ્મણવાદી પિતૃસત્તા અંગે સવાલ પૂછાતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભારે હોબાળો
એમએ ઇતિહાસની પરીક્ષામાં બ્રાહ્મણવાદી પિત...
May 20, 2026
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાન...
May 19, 2026
Trending NEWS
'નામોનિશાન મિટાવી દઈશું..', અમેરિકાને ઈરાનનો સીધો...
20 May, 2026
પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનો મોટો...
20 May, 2026