દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો
October 29, 2024

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.
તારીખ 2/11/2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6 થી 6.30 રહેશે. દર્શનનો સમય સવારે 6.30થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે - 12 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.
તારીખ 3/11/2024 કારતક સુદ બીજથી તારીખ 6/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6.30થી 7 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 7થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે - 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.
તારીખ 7/11/2024થી આરતી તથા દર્શનનો સમય મુજબ યથાવત રહેશે. જેમાં આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 8થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે - 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.
Related Articles
માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકાશમાંથી આગ વરસશે, હવામાન વિભાગની આગાહી
માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકા...
Mar 12, 2025
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધ...
Mar 10, 2025
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્...
Mar 10, 2025
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મળી મંજૂરી
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 2...
Mar 10, 2025
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળ...
Mar 08, 2025
Trending NEWS

12 March, 2025

12 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025