ઈઝરાયલના હુમલામાં ઈરાનના પરમાણુ સ્થળો ધ્વસ્ત, સેટેલાઈટ ફોટા વાયરલ
October 29, 2024
ઈરાન પર ઈઝરાયલના હુમલાથી તેને ભારે નુકસાન થયું છે. સેટેલાઇટ તસવીરો સામે આવતા આ વાતની સાક્ષી પુરી રહી છે. ઈરાનની રાજધાની તહેરાનના દક્ષિણપૂર્વમાં ઈરાનના ગુપ્ત લશ્કરી થાણા પર ઇઝરાયલના હુમલા જે ભૂતકાળમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે તહેરાનના તત્કાલીન પરમાણુ શસ્ત્રો કાર્યક્રમ સાથે સંકળાયેલું હતું, તેણે નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. ઈઝરાયલના આ હુમલામાં અન્ય સૈન્ય મથકને પણ નુકસાન થયું હતું, જે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ સાથે જોડાયેલું હતું. સેટેલાઇટ ઈમેજના વિશ્લેષણમાં દર્શાવે છે કે કેટલીક ક્ષતિગ્રસ્ત ઈમારતો ઈરાનના લશ્કરી થાણામાં આવેલી છે.
ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને શંકા છે કે ઈરાને અગાઉ પણ ત્યાં પરમાણુ હથિયારો સાથે જોડાયેલા વિસ્ફોટકોનું પરીક્ષણ કર્યું છે. ઈરાન લાંબા સમયથી આગ્રહ કરી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે. જો કે, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA), પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ અને અન્ય લોકો કહે છે કે તહેરાન-2003 સુધીમાં સક્રિય રીતે શસ્ત્રો કાર્યક્રમ ચલાવી રહ્યું હતું. અન્ય નુકસાન નજીકના ખોજીર લશ્કરી થાણા પર જોઈ શકાય છે, જે વિશ્લેષકો માને છે કે, ભૂગર્ભ ટનલ સિસ્ટમ અને મિસાઈલ ઉત્પાદન સ્થળ છે.
ઈરાને શરૂઆતમાં મોટું નુકસાન થવાનો ઈનકારર કર્યો હશે, પરંતુ રવિવારે તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈના નિવેદને પણ ઈઝરાયલનો હુમલો હળવો ન હોવાનો સંકેત આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો. ઈઝરાયલી સેનાએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ રવિવારે શ્રોતાઓને કહ્યું હતું કે ઈઝરાયલના હુમલાને "અતિશયોક્તિ કે ઓછો અંદાજ ન કરવો જોઈએ."
Related Articles
પાકિસ્તાનની જેલમાં 17 મહિનામાં 7 ભારતીય માછીમારો મોત
પાકિસ્તાનની જેલમાં 17 મહિનામાં 7 ભારતીય...
બાયડને ઉજવી દિવાળી, સુનિતા વિલિયમ્સના કર્યા વખાણ
બાયડને ઉજવી દિવાળી, સુનિતા વિલિયમ્સના કર...
Oct 29, 2024
'શેમ ઓન યુ...' નારાજ ઈઝરાયલીઓની નેતન્યાહૂ સામે નારેબાજી, યુદ્ધથી બંને દેશોની પ્રજા કંટાળી
'શેમ ઓન યુ...' નારાજ ઈઝરાયલીઓની નેતન્યાહ...
Oct 28, 2024
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવામાં ગુજરાતીઓ ટોચે, બેરોજગારીને કારણે ભારતીયો વિદેશ જવા મજબૂર
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવામાં ગુજરાતીઓ...
Oct 28, 2024
ઈઝરાયલ-અમેરિકાને હચમચાવી દેવાની તૈયારી, ઈરાનનો ખતરનાક પ્લાન, બ્રિટનની એજન્સીઓનો ધડાકો
ઈઝરાયલ-અમેરિકાને હચમચાવી દેવાની તૈયારી,...
Oct 28, 2024
દિવાળીના દીવડાઓથી અમેરિકાનું વ્હાઈટ હાઉસ ચમકશે, ભારતીયોને બાઈડેન કરશે સંબોધન
દિવાળીના દીવડાઓથી અમેરિકાનું વ્હાઈટ હાઉસ...
Oct 28, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024