ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ,અયોધ્યા,પ્રયાગરાજ,ઉજ્જૈનમાં આસ્થાનું પૂર

April 09, 2024

ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસ વિશેષ અનુષ્ઠાન અને શક્તિની ઉપાસના માટે છે.

ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે અયોધ્યાના બડી દેવકાલી માતા મંદિરમાં વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. નવરાત્રિના પ્રથમ દિવસે દિલ્હીના કાલકાજી મંદિરમાં વિશેષ આરતી-પૂજા કરવામાં આવી હતી

ગંગા અને યમુના નદીઓના સંગમ પર ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું અને પ્રાર્થના કરી. આધ્યાત્મિક ગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હિંદુ કેલેન્ડરના ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી આજે શરૂ થતા હિંદુ નવા વર્ષ પર તમામ લોકોને આશિર્વચન આપ્યા હતા. તેઓ કહે છે, "... આ વર્ષે અમે ગાયને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવાનો ઠરાવ કર્યો છે. અમે ગાયની હત્યાને સજાપાત્ર ગુનો બનાવવાની દિશામાં કામ કરીશું..."