કર્ણાટકમાં કોન્સર્ટ વખતે સિંગર કૈલાશ ખેર પર બોટલ ફેંકી હુમલો

January 30, 2023

કર્ણાટકમાં એક કોન્સર્ટ દરમિયાન પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર પર હુમલો થયો છે. હુમલાખોરે કૈલાશ ખેર તરફ બોટલ ફેંકી હતી. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરની ધરપકડ કરી હતી. આ કોન્સર્ટ કર્ણાટકના હમ્પીમાં થઈ રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર કન્નડ ગીત ગાવાની માગણી કરીને, બે યુવકોએ કથિત રીતે સ્ટેજ પર પાણીની બોટલ ફેંકી હતી જ્યારે લોકપ્રિય ગાયક કૈલાશ ખેર હમ્પી ફેસ્ટિવલમાં પરફોર્મ કરી રહ્યા હતા. આ લોકોને રવિવારે સાંજે પ્રેક્ષક ગેલેરીમાંથી બોટલો ફેંકવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.