નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
September 27, 2026
કાઠમંડુ : નેપાળના મનાંગ જિલ્લામાં તિબેટ સરહ પાસે સ્થિત હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર રવિવારે સવારે હિમસ્ખલન થયું હતું. જેમાં 7126 મીટર ઊંચા પર્વત પર 10 લોકો લાપતા થઈ ગયા છે. જેમાં પર્વતારોહક સહિત સહાયક કર્મચારીઓ સામેલ છે. મિશન આયોજકોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક્સ્પેડિશન ઓપરેટર્સ એસોસિએશન નેપાળના મહાસચિવ ઋષિ ભંડારીએ કહ્યું છે કે, આ ઘટના સત્ય છે. તેમના જણાવ્યા પ્રમાણે, બે લોકો ઇમેજિન નેપાળ પ્રાઇવેટ લિમિટેડ અને 8 લોકો હિમાલયન હોલિડેઝ નેપાળ સાથે જોડાયેલા છે. મિશન આયોજક મિંગમા ગ્યાલ્ઝે શેરપાએ પુષ્ટિ કરી છે કે, એવલાન્ચ રવિવારે સવારે થયો હતો. જેમાં તેમના બે રસોઈયા પણ લાપતા છે.
ગત સપ્તાહે હવામાનની ચેતવણી પછી મોટાભાગની ટીમ પહાડી વિસ્તારોના ઢોળાવથી ઉતરીને સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. પરંતુ કેટલાક લોકો અકારણ પાછળ રહી ગયા હતા અને ત્યારબાદ થયેલી ભારે હિમવર્ષાને કારણે પર્વતારોહણ અટકી ગયું હતું. લાપતા લોકો અલગ અલગ મિશન કંપનીઓ સાથે જોડાયેલા છે. નેપાળના પ્રવાસન વિભાગના મહાનિદેશક રામ કૃષ્ણ લામિછાનેએ આ મામલે જણાવ્યું હતું કે, વિભાગ નજીકથી સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. અધિકારી વધુ માહિતી મેળવી રહ્યા છે અને લાપતા લોકોની શોધખોળ તેમજ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હિમલુંગ હિમાલ પર હેલિકોપ્ટર લઈ જવા વધારાની પરમિટની જરૂર પડી શકે છે, તેથી પહોંચવામાં મુશ્કેલી વધી શકે છે. આ શિખર પર્વતારોહકોમાં ખાસ્સું લોકપ્રિય છે.
નેપાળમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે, તે દરમિયાન એવલાન્ચની આ ઘટના બની છે. બંગાળની ખાડી પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા અને પહાડી વિસ્તારો તથા મેદાનોમાં સતત વરસાદ ચાલી રહ્યો છે. શુક્રવારે ખરાબ વાતાવરણ છે. તેને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને કેટલાક વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026