બોક્સ ઓફિસની રેસમાં આગળ વધી રહી છે 'ભેડિયા',

November 28, 2022

મુંબઈ: વરુણ ધવન અને ક્રિતી સેનન સ્ટારર ફિલ્મ 'ભેડિયા'ને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ હોરર કોમેડી ફિલ્મની કોમ્પિટિશન 'દૃશ્યમ 2' સાથે થઈ રહી હોવા છતા તે દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવામાં સફળ થઈ રહી છે. 'ભેડિયા' 25 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મને સારી ઓપનિંગ મળી હતી. ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો 'ભેડિયા'ને વીકએન્ડ પર માટે સારો દેખાવ કર્યો હતો. તો ચાલો જાણીએ ફિલ્મે ત્રીજા દિવસે રવિવારના રોજ કેટલું કલેક્શન કર્યું. ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો, 'ભેડિયા'ને વીકએન્ડ પર થિયેટરોમાં સારો દેખાવ મળ્યો હતો. ચાલો જાણીએ ફિલ્મે ત્રીજા દિવસે એટલે કે રવિવારે કેટલું કલેક્શન કર્યું છે.
'સ્ત્રી' અને 'બાલા' જેવી હિટ ફિલ્મોના દિગ્દર્શક અમર કૌશિકે 'ભેડિયા'નું નિર્દેશન કર્યું છે. ફિલ્મે પ્રથમ દિવસે 7.47 કરોડની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ તે 'ભેડિયા'એ હિન્દીમાં 7.37 કરોડનો બિઝનેસ કર્યો હતો તેમજ તેલુગૂમાં 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે ત્રીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. 'ભેડિયા'એ ત્રીજા દિવસે રવિવારના રોજ 11 કરોડની કમાણી નોંધાવી હતી. એટલે કે વરુણ ધવન અને ક્રિતી સેનન સ્ટારર ફિલ્મ ત્રણ દિવસોમાં કુલ 28.05 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે.
તમને જણાવી દઈએ કે, 'ભેડિયા'ની ફિલ્મનું બજેટ 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આવામાં ત્રીજા દિવસનું કલેક્શન સંતોષજનક માનવામાં આવી રહ્યું છે. હવે ફિલ્મના સોમવારના ક્લેક્શન પણ નજર છે. જો સોમવારના રોજ પણફિલ્મની કમાણી સારી રહેશે તો ફિલ્મ હીટ જવાની સંભાવના વધી શકે છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં વરુણ ધવન અને ક્રિતી સેનન સિવાય અભિષેક બેનર્જી અને દિપક ડોબરિયાલ પણ મહત્વની ભૂમિકામાં છે.