શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અડપલા
October 08, 2025
ભરૂચ : ભરૂચના જંબુસરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક શિક્ષક હેવાન બન્યો છે. આ શિક્ષકે સગીર વયની વિદ્યાર્થિની સાથે કારમાં શારીરિક અડપલાં કર્યા હતા. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ભરૂચમાં એક શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. શિક્ષક વિજ્ઞાન મેળાના નામે વિદ્યાર્થિનીને કારમાં ભરૂચ લઈને ગયો અને સિટી સેન્ટરના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર પાર્ક કરી અને ત્યાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. સમગ્ર ઘટનાથી વિદ્યાર્થિની ડઘાઈ ગઈ હતી. જોકે, બાદમાં શિક્ષકે તેને જો આ વિશે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
જોકે, બાદમાં વિદ્યાર્થિનીએ ઘરે જઈને ડરતા-ડરતા આ વિશે માતા-પિતાને જાણ કરી હતી. ત્યાર બાદ વાલીએ તાત્કાલિક ભરૂચના કાવી પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની શોધખોળ હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026