ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત
December 09, 2025
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચાંગોદરમાં આજે એક હચમચાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. અહીંના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડતા, ત્યાંથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચાંગોદર બ્રિજ પરથી 'યુનિસન ફાર્મા' કંપનીની સ્ટાફ બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલુ બસે અચાનક ટાયર નીકળી ગયું હતું. આ ટાયર બ્રિજ પરથી સીધું નીચે સર્વિસ રોડ પર ખાબક્યું હતું. કમનસીબે, તે જ સમયે નીચેથી બાઈક લઈને પસાર થઈ રહેલા ભીખાભાઈ ત્રિકમભાઈ ઝાલા પર આ તોતિંગ ટાયર પડ્યું હતું.
સર્વિસ રોડ પર જઇ બાઈક સવાર ભીખાભાઈ પર ટાયર પડતાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતક ભીખાભાઈ ઝાલા મૂળ ધોળકા તાલુકાના બદરખા ગામના રહેવાસી હતા. તેઓ હર્ષા નામની ખાનગી કંપની પાસેથી સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ટાયરે તેમનો ભોગ લીધો હતો.
Related Articles
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમા...
Dec 10, 2025
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક...
Dec 08, 2025
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઇટ્સ રદ
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવા...
Dec 08, 2025
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે': પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ...
Dec 07, 2025
જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના, વીડિયો સામે આવ્યા
જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના,...
Dec 07, 2025
વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, યુવકના મકાનમાં કરી તોડફોડ
વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીં...
Dec 07, 2025
Trending NEWS
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
09 December, 2025
09 December, 2025