દેવાયત ખવડની કાર હુમલા મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી

February 28, 2025

અમદાવાદ : લોકસાહિત્યની દુનિયામાં દેવાયત ખવડ ખૂબ જ જાણીતું નામ છે. અવાર-નવાર તે પોતાના નિવેદનો અને વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. ગત શુક્રવારે (21 ફેબ્રુઆરી) દેવાયત ખવડની ગાડી પર હુમલાને લઈને હાલ ફરી તે ચર્ચામાં છે. જોકે, આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. થોડા સમય પહેલાં દેવાયત ખવડે પોલીસ પર પોતાની ફરિયાદ ન નોંધવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આટલાં દિવસ બાદ શુક્રવારે (28 ફેબ્રુઆરી) તેની ફરિયાદ લેવામાં આવી છે. આ સાથે જ સામા પક્ષ દ્વારા પણ દેવાયત ખવડ વરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
ગત શુક્રવારે (21 ફેબ્રુઆરી) દેવાયત ખવડની ગાડી પર હુમલાના સમાચાર સામે આવ્યા હતાં. આ ઘટનામાં એક અઠવાડિયા બાદ શુક્રવારે (28 ફેબ્રુઆરી) દેવાયત ખવડના ડ્રાઇવરે કુલ 8 લોકો સામે ધાડ અને ગાડી પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે સામાપક્ષ તરફથી પણ દેવાયત ખવડની વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ, બંને FIR ને લઈને સમગ્ર મામલો ગૂંચવાયો છે. ત્યારે આ વિશે વધુ માહિતી પોલીસ તપાસ બાદ સામે આવશે.