ખેલૈયાઓના રંગમાં ભંગ! નવરાત્રિ વચ્ચે ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી

September 26, 2025

ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે. નવરાત્રિમાં વરસાદ વરસતાં ખેલૈયાઓના રંગમાં ભંગની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. જેમાં 27થી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 1 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે. જેમાં આવતીકાલે શુક્રવારે (26 સપ્ટેમ્બર) રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, દાહોદના છૂટાછવાયા અને વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.