શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ
May 27, 2025
શેરબજારમાં સળંગ બે દિવસની તેજીની આજે બ્રેક વાગ્યો છે. સેન્સેક્સ આજે ફ્લેટ ખૂલ્યા બાદ 900 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.41 વાગ્યે 810.18 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના અભાવે રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં શેરબજાર વોલેટાઈલ બન્યા છે. નિફ્ટી 220.20 પોઈન્ટ તૂટી 24780.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો અને કોરોનાના વધતા કેસો વચ્ચે રોકાણકારો પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે. વિદેશી રોકાણકારો દ્વારા નોંધાઈ રહેલો રોકાણ પ્રવાહ ઘટ્યો છે. બેન્કેક્સ, ઓટો, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પ્રોફિટ બુકિંગ નોંધાતા ઈન્ડેક્સ 0.50-1.00 ટકા સુધી તૂટ્યા છે. રોકાણકારોની મૂડીમાં બે લાખ કરોડનું ગાબડું નોંધાયું હતું.
બીએસઈ ખાતે 3729 શેર પૈકી 1593 શેરમાં સુધારો અને 1965 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. 152 શેરમાં અપર સર્કિટ અને 154 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. 55 શેર વર્ષની ટોચે અને 22 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં. માર્કેટ બ્રેડ્થ 50-50ના રેશિયો સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર એક જ ઈન્ડસઈન્ડ બેન્ક 2.16 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય તમામમાં 2.29 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.
નિફ્ટી50નો PE રેશિયો 22.6 છે. જે તેની વાર્ષિક એવરેજ 22.15 કરતાં વધુ છે. જેથી માર્કેટમાં કોન્સોલિડેશન રહેવાનો અંદાજ માર્કેટ નિષ્ણાતોએ આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક સંકેતો સકારાત્મક જોવા મળ્યા છે. પરંતુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ યથાવત છે. અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે રોકાણકારો સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે.
Related Articles
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026