Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ઐતિહાસિક ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટને કેબિનેટની મંજૂરી, આવતીકાલે હસ્તાક્ષર કરશે PM મોદી, જાણો ડીલના ફાયદા

July 23, 2025

ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ એગ્રિમેન્ટને ગઈકાલે મંગળવારે ભારતીય કેબિનટે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર દિવસીય વિદેશ યાત્રા દરમિયાન 24 જુલાઈના રોજ લંડનમાં આ ડીલ પર હસ્તાક્ષર કરશે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી પહેલાં યુકે અને બાદમાં માલદીવ જશે. તેમની સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. આ કરાર સત્તાવાર રૂપે કમ્પ્રેસિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) તરીકે ઓળખાય છે. તેનો ઉદ્દેશ 2030 સુધી ભારત-યુકે વેપારને બમણો કરી 120 અબજ ડોલરે પહોંચાડવાનો છે.  ભારત-યુકે ફ્રી ટ્રેડ ડીલ અંતર્ગત ભારતમાંથી ચામડું, જુતા, અને વસ્ત્રો જેવા શ્રમ-પ્રધાન પ્રોડક્ટ્સની નિકાસ પર લાગુ ટેક્સનો બોજો દૂર થશે. યુકેમાંથી વ્હિસ્કી, કારની આયાત પર ડ્યુટીમાં ઘટાડો થશે. આ કરારમાં સેવાઓ, ઈનોવેશન, બૌદ્ધિક સંપદા અધિકારો અને સરકારી ખરીદી જેવા વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે, જેના પર બંને દેશોના વાણિજ્ય મંત્રીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે. બાદમાં યુકે સંસદની મંજૂરી પછી અમલમાં આવશે. બંને દેશોએ ડબલ કંટ્રીબ્યૂશન કન્વેન્શન એગ્રીમેન્ટ પર સહમતિ દર્શાવી છે. જેનાથી બ્રિટનમાં મર્યાદિત સમયગાળા માટે કામ કરનારા ભારતીય પ્રોફેશનલ્સને બમણી સામાજિક સુરક્ષા યોગદાનમાંથી રાહત મળશે. જો કે,  દ્વિપક્ષીય રોકાણ સંધિ મુદ્દે હજુ વાટાઘાટો ચાલી રહી છે. ભારતમાંથી યુકેમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન નિકાસ 12.6 ટકા વધી 14.5 અબજ ડોલર નોંધાઈ હતી. જ્યારે આ સમયગાળામાં યુકેમાંથી ભારતમાં આયાત 2.3 ટકા વધી 8.6 અબજ ડોલર રહી હતી. અગાઉ 2023-24માં ભારત-યુકે વચ્ચે કુલ દ્વિપક્ષીય વેપાર 21.34 અબજ ડોલરનો નોંધાયો હતો. જે 2022-23માં 20.36 અબજ ડોલરની તુલનાએ વૃદ્ધિ દર્શાવે છે. FTA પર હસ્તાક્ષર અને બંને દેશો દ્વારા સંસદીય મંજૂરી પછી કરાર ઔપચારિક રીતે અમલમાં આવશે. આ હેઠળ, મોટાભાગના ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવશે અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે, જે વેપાર અને રોકાણને વેગ આપશે.