કેનેડા ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે : કેન્દ્ર

August 08, 2023

ભારતીય રાજદૂતોની વિરુદ્ધ ધમકીઓના સંબધમાં એક ઓનલાઇન વીડિયો વાયરલ થયા પછી અમે અમારા દેશમાં તમામ રાજદૂતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે તેમ કેનેડાના પબ્લિક સેફટી ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે. વિભાગે વધુમાં જણાવ્યું છે કે દેશમાં હિંસાની ઉશ્કેરણી કરનારાઓને કોઇ જગ્યા નથી.

કેનેડાના પબ્લિક સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ નિવેદન ખાલિસ્તાની પોસ્ટરોના ઓનલાઇન પ્રસારના એક મહિના પછી આવ્યું છે જેમાં ભારતીય અધિકારીઓના નામ દર્શાવવામાં આવ્યા હતાં.

વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે કેનેડા, બ્રિટન અને અમેરિકા જેવા પોતાના ભાગીદાર દેશોથી ચરમપંથી ખાલિસ્તાની વિચારધારાને સ્થાન ન આપવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સારા સંબધો માટે આ બાબત યોગ્ય નથી.

પબ્લિક સેફટી કેનેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે કેનેડામાં હિંસા ફેલાવનારાઓને કોઇ સ્થાન નથી. ભારતીય રાજદૂતો વિરુદ્ધ ધમકીઓના સંબધમાં એક ઓનલાઇન વીડિયો વાયરલ થયા પછી લો અન્ફોર્સમેન્ટ વિભાગને સક્રિય બનાવી દેવામાં આવ્યું છે.

ગયા મહિને કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ભારતના રાજદૂતોની સુરક્ષાની ખાતરી આપી હતી અને ખાલિસ્તાન રેલી પૂર્વે પ્રસારિત થનારી પ્રચાર સામગ્રીનો અસ્વીકાર કર્યો હતો.