કેનેડાના રાજદ્વારીએ ઝેર ઓક્યું, કહ્યું - નિજ્જર-પન્નુ પર એક તીરથી નિશાન તાકી રહ્યું હતું ભારત
October 20, 2024

દિલ્હી : ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં કડવાશ સતત વધી રહી છે. કેનેડાના ખોટા આરોપો અને આકરા વલણનો જવાબ આપતાં ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતાં. ભારતના આ પગલાંથી નારાજ ભારતમાં જ રહેતાં કેનેડાના હાઈ કમિશનર કેમરોન મૈકેએ ઝેર ઓંક્યું છે. કેમરોને કહ્યું કે, ભારતે અનેક દેશોમાં નિશાન સાધ્યું હતું. ભારત એક સાથે કેનેડા, ઉત્તર અમેરિકા અને યુએસએને ટાર્ગેટ બનાવી રહ્યો છે. નિજ્જરની હત્યા અને ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનુ ષડયંત્ર આ પ્લોટનો જ હિસ્સો હતો. કેમરોન હજી ભારતમાં હાઈ કમિશનર પદે કાર્યરત છે.
ગતવર્ષે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની અમુક અજાણ્યા શખ્સોએ હત્યા કરી દીધી હતી. બીજી તરફ અમેરિકામાં પણ ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનુ ષડયંત્ર રચવાનો આરોપ અમેરિકાએ ભારત પર મૂક્યો છે. ભારતે આ તમામ આરોપોને રાજકીય હિતો માટે મૂકાયા હોવાનો દાવો કરતાં પાયાવિહોણા ગણાવ્યા છે. કેનેડાના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટેવોર્ટ વ્હિલરને પણ ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. નવી દિલ્હીએ પોતાના હાઈકમિશનર અને અન્ય પાંચ રાજદ્વારીઓને કેનેડાથી પરત બોલાવ્યા છે. કેનેડાની સરકારે પણ બરતરફ કરવાની વાત કરી હતી. ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા કેનેડા છોડી ચૂક્યા છે. મેકએ જણાવ્યું હતું કે, ભારતે મોટી રાજકીય ભૂલ કરી છે. તે વિચારે છે કે, અમુક એજન્ટ ઉત્તર અમેરિકામાં હિંસા કરશે અને બચી જશે. હું કેનેડા અને અમેરિકા બંનેની વાત કરૂ છું. ભારતે રેડલાઈન ક્રોસ કરી દીધી છે.
Related Articles
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત્યા, ઓફિસ જતી વેળાએ બસ સ્ટોપ પર ગોળી વાગી
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત...
Apr 19, 2025
Trending NEWS

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025