કેનેડિયન પીએમે ઇટાલીમાં સજાતીય અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી
May 23, 2023
.jpg)
ટોરોન્ટો : કેનેડા અને ઇટાલીના વડાપ્રધાનો G-7 સમિટમાં એલજીબીટીક્યૂ અધિકારોને લઈને સામસામે આવ્યા હતા. ઝઘડો એટલી હદે વધી ગયો કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો અને તેમના સમકક્ષ જ્યોર્જિયા મેલોનીએ જાહેરમાં એકબીજા પર નિશાન સાધ્યું. જાપાનના હિરોશિમામાં સમિટમાં વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે ટ્રુડોએ બંધ બારણાની વાતચીત પહેલા ટેલિવિઝન કેમેરાની સામે મેલોની અને ઇટાલીની ટીકા કરી હતી.
કેનેડા એલજીબીટી અધિકારો પર ઇટાલીની સ્થિતિ વિશે ચિંતિત છે, પરંતુ હું તમારી સાથે વાત કરવા આતુર છું, તેમણે કહ્યું. ટ્રુડોના નિવેદનથી ઇટાલીના નેતાઓ ખૂબ જ નારાજ દેખાતા હતા. આ મામલામાં ઈટાલિયન પીએમ મેલોનીએ તેમની સરકારનો બચાવ કર્યો અને કહ્યું કે તેઓ એલજીબીટીક્યૂ મામલાઓને લગતા કોર્ટના નિર્ણયોનું પાલન કરી રહ્યા છે. મેલોની તરફથી કહેવામાં આવ્યું કે તેઓ માતા-પિતા બંનેને સમલૈંગિક યુગલોમાં સત્તાવાર રીતે નોંધણી કરવાનું બંધ કરે અને તેના બદલે તેને જૈવિક માતા-પિતા સુધી મર્યાદિત કરે, જેનો સમલૈંગિક અધિકાર સમૂહોએ વિરોધ કર્યો હતો. મેલોનીએ કેનેડાના પીએમ પર ફેક ન્યૂઝનો શિકાર હોવાનો આરોપ લગાવ્યો હતો. મેલોનીએ કહ્યું હતું કે ટ્રુડો તેમની ટિપ્પણી દરમિયાન થોડા ઉતાવળા હતા, પરંતુ વાસ્તવિકતા આ નથી. મેલોનીએ ધ્યાન દોર્યું કે તેમણે એલજીબીટીક્યૂ મુદ્દાઓ પર કાયદામાં કોઈ ફેરફાર કર્યો નથી.
મેલોનીએ એમ પણ કહ્યું કે જે લોકો જન્મ સમયે અલગ લિંગથી ઓળખાય છે, તેઓ વિચારધારાનો શિકાર બને છે. માર્ચમાં એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, પુરુષ કે સ્ત્રી આપણે જે છીએ, તેનાથી સહજ છીએ અને તેને બદલી શકાય તેમ નથી.
Related Articles
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025