સેલેરી આપવાના જ ફાંફાં છે, ભથ્થું ના માંગશો: તેલંગાણાના મુખ્યમંત્રીની સરકારી કર્મીઓને અપીલ
March 18, 2025
તેલંગાણાના સીએમ એ રેવંત રેડ્ડીએ કહ્યું કે, અમારી સરકાર દેવાનો બોજ અને આર્થિક તંગીનો સામનો કરી રહી છે. કર્મચારીઓને પગાર ચૂકવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી 4000 કરોડ રૂપિયાની લોન (હેન્ડ લોન) લેવામાં આવી છે. આ સાથે જ તેમણે કર્મચારીઓને અપીલ કરી છે કે, હાલમાં સેલેરી આપવાના જ ફાંફા છે, તેથી તમે મોંઘવારી ભથ્થું (DA) ન માંગશો. સોમવારે 17 માર્ચના રોજ રાજ્ય વિધાન પરિષદમાં એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, 'સરકાર કર્મચારીઓની છે. તેથી હું નાણાકીય પરિસ્થિતિ સંબંધિત તમામ હકીકતો અને આંકડાઓ તમારી સામે રજૂ કરીશ. જેથી પારદર્શિતા જળવાઈ રહે.' તેમણે આગળ કહ્યું કે, 'દર મહિનાની પહેલી તારીખે સેલેરી આપવી મુશ્કેલ બની જાય છે. હું અહીંથી મારા સરકારી કર્મચારીઓને અપીલ કરું છું કે, તમે દર મહિનાની પહેલી તારીખે પોતાની સેલેરી લઈને સરકારની સેવા કરે. ક્યારેક-ક્યારેક અમારે રિઝર્વ બેંક પાસેથી લોન લેવી પડે છે. મેં 4,000 કરોડ રૂપિયાની 'હેન્ડ લોન' લઈને પહેલી તારીખે સેલેરી આપી છે.' CMએ આગળ કહ્યું કે, 'સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની માંગ સંપૂર્ણપણે વાજબી છે. પરંતુ હાલમાં તેમની સરકારને દર મહિનાની પહેલી તારીખે કર્મચારીઓને સેલેરી આપવાના પણ ફાંફાં પડી રહ્યા છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'હું કર્માચારીઓને અપીલ કરું છું કે, તમે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં મોંઘવારી ભથ્થું ન માંગશો. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ભોજન પર કંટ્રોલ રાખીએ છીએ. એવી જ રીતે જ્યારે રાજ્યની નાણાકીય સ્થિતિ ખરાબ હોય છે ત્યારે કર્મચારીઓએ થોડા સમય માટે પોતાની માગ ટાળી દેવી જોઈએ.' આ દરમિયાન સીએમ રેવંત રેડ્ડીએ પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર રાજ્યની નાણાકીય સ્થિતિ ખરાબ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. બીજી તરફ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ મંત્રી કેટી રામા રાવે સીએમ રેવંત રેડ્ડી પર નિશાન સાધતા કહ્યું કે, 'મુખ્યમંત્રીએ પોતે સ્વીકાર્યું છે કે છેલ્લા એક વર્ષમાં રાજ્યને મળનારી આવકમાં ઘટાડો થયો છે. આ રાજ્ય સરકાર માટે મોટું અપમાન છે.'
Related Articles
'આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના તીખા પ્રહાર
'આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમા...
May 20, 2026
ઇ-ફાર્મસીના વિરોધમાં આજે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાળ, દેશભરમાં 15 લાખથી વધુ દવાની દુકાનો બંધ રહેશે
ઇ-ફાર્મસીના વિરોધમાં આજે કેમિસ્ટોની દેશવ...
May 20, 2026
પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો: 'આગામી દિવસોમાં કેન્દ્રમાંથી પણ ભાજપ સરકાર હટી જશે'
પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્...
May 20, 2026
એમએ ઇતિહાસની પરીક્ષામાં બ્રાહ્મણવાદી પિતૃસત્તા અંગે સવાલ પૂછાતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભારે હોબાળો
એમએ ઇતિહાસની પરીક્ષામાં બ્રાહ્મણવાદી પિત...
May 20, 2026
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાન...
May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે...’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસ...
May 19, 2026
Trending NEWS
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો...
19 May, 2026
અમેરિકાની સાન ડિએગો મસ્જિદમાં ગોળીબાર, 5ના મોત
19 May, 2026
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચકા આવવાના...
18 May, 2026