’જન ગણ મન રાષ્ટ્રગાન નથી, વંદે માતરમને બનાવો’ શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ પીએમ મોદીને માંગ કરી
August 17, 2026
રાષ્ટ્રગાનને લઈને ફરી એકવાર વિવાદ છેડાયો છે. હવે શક્તિમાન તરીકે જાણીતા અભિનેતા મુકેશ ખન્નાએ દેશના રાષ્ટ્રગાનને લઈને મોટું નિવેદન આપી માંગ કરી હતી કે,'જન ગણ મન'ના સ્થાને 'વંદે માતરમ'ને દેશનું રાષ્ટ્રગાન બનાવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ વાત તેઓ અગાઉ પણ કરી ચૂક્યા છે અને હવે ઇચ્છે છે કે આ દિશામાં ઝડપથી નિર્ણય લેવામાં આવે.
તેમણે એવો દાવો કર્યો હતું કે, 'જન ગણ મન' આપણું રાષ્ટ્રગાન ન હોવું જોઈએ કારણ કે તે ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ સમાન છે. તેમણે દાવો કર્યો હતો કે રવીન્દ્રનાથ ટાગોરે તેમની પ્રશંસામાં આ ગીત લખ્યું હતું અને આપણે તેને સ્વીકારી લીધું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, 'જન ગણ મન'ના શબ્દોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેમાં આવતા 'ભાગ્યવિધાતા', 'પંજાબ' અને 'સિંધ' જેવા શબ્દો પોતાના નથી લાગતા, જ્યારે 'વંદે માતરમ' દેશની મૂળ ભાવના સાથે જોડાયેલું છે.
લતા મંગેશકરે તેને ખૂબ જ સુંદર રીતે ગાયું હતું અને પોતે પણ આ ગીત પર લાંબા સમયથી કામ કરી રહ્યા છે. તેમણે કલ્યાણજી-આનંદજી સાથે મળીને અંદાજે સાત મિનિટનું 'વંદે માતરમ' રેકોર્ડ કર્યું છે અને ઇચ્છા વ્યક્ત કરી હતી કે આ રેકોર્ડિંગ આઇકોનિક બને અને 'જન ગણ મન'ને હટાવી તેની જગ્યાએ 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન બનાવવામાં આવે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામનો ઉલ્લેખ કરતા મુકેશ ખન્નાએ કહ્યું કે પીએમ મોદીએ આ દિશામાં કામ શરૂ કર્યું છે અને શાળાઓ તેમજ કાર્યક્રમોમાં 'વંદે માતરમ'ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મુકેશ ખન્ના પોતાના તીખા નિવેદનો માટે જાણીતા છે. અગાઉ 'સ્ટીલ અલાઈવ' શોમાં શક્તિમાન પાત્ર પર ટિપ્પણી કરવા બદલ તેમણે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના સામે સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો હતો.
Related Articles
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ કરી
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસર...
Oct 12, 2026
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે...', અશ્લીલ માગ સાંભળી અભિનેત્રી થઈ ગુસ્સે
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશ...
Oct 12, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વયે નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 7...
Oct 08, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચ...
Oct 05, 2026
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026