અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી અને મૂળ ગુજરાતી ડોક્ટરનું મોત, 34 નવા આરોપો લાગ્યા હતા
August 17, 2026
અમદાવાદ: અમેરિકાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપોનો સામનો કરી રહેલા ગુજરાતી મૂળના ડોક્ટરનું મોત થયું હતું. 40 વર્ષીય મૂળ ગુજરાતી ડોક્ટર ફ્લોરિડાની અલાચુઆ કાઉન્ટી જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમનો મૃતદેહ મળ્યો તેના થોડા દિવસો પહેલા જ તેમની સામે વધુ નવા આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના ભૂતપૂર્વ એસોસિયેટ ક્લિનિકલ પ્રોફેસર અને યુએફ હેલ્થ શેન્ડ્સના નેફ્રોલોજિસ્ટ ચિંતન વિમલકુમાર શાહ જે બેરેકમાં એકલા બંધ હતા ત્યાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. શાહના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. સત્તાધીશો દ્વારા હજુ સુધી મોતના કારણનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો.
શાહની સૌપ્રથમ ધરપકડ 8 જુલાઈના રોજ એક સાયબર ટીપના આધારે કરવામાં આવી હતી. આ ટીપ દ્વારા તપાસકર્તાઓ કિક એકાઉન્ટ સુધી પહોંચ્યા હતા, જેનો ઉપયોગ સગીર બાળકીનો વીડિયો શેર કરવા માટે થયો હોવાનો આરોપ હતો. ત્યારબાદ તેમના ફોનની તપાસ કરતા અન્ય 6 આરોપો ઉમેરાયા હતા, જ્યારે 18 જુલાઈના રોજ વધુ પુરાવા મળતા અન્ય 34 આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં તપાસકર્તાઓએ ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વધારાના આરોપો જોડ્યા હતા, જેમાં શાહે જે છોકરી સાથે વાતચીત કરી હતી તેની ઓળખ સગીર તરીકે થઈ હતી. પીડિતાએ જણાવ્યું હતું કે શાહે તેની પાસેથી અશ્લીલ તસવીરો માંગી હતી અને વાત ન માને તો માતા-પિતાનો સંપર્ક કરવાની ધમકી આપી હતી. તપાસકર્તાઓએ ઓનલાઇન ગતિવિધિઓને શાહના નામે નોંધાયેલા ઇન્ટરનેટ એકાઉન્ટ સાથે ટ્રેસ કરી હતી અને નિવાસસ્થાન તથા ડિજિટલ એકાઉન્ટ્સ માટે સર્ચ વોરંટ મેળવ્યા હતા.
આ ઉપરાંત AIનો ઉપયોગ કરીને બિકીની પહેરેલી સગીરાઓની તસવીરોમાંથી કપડાં હટાવવાનો પણ આરોપ હતો. પૂછપરછ દરમિયાન શાહે કિક એકાઉન્ટ વિશે જાણ હોવાનો ઇનકાર કર્યો હતો અને વકીલ સાથે વાત કરવાની માંગ કરી હતી. શાહ મૂળ ભારતના હોવાથી ભાગી જવાની શક્યતા દર્શાવીને પ્રોસિક્યુટર્સે જામીનનો વિરોધ કર્યો હતો. આ કેસ પહેલાં તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હતો. ધરપકડ બાદ યુએફ હેલ્થે તેમને રજા પર ઉતારી દીધા હતા અને વેબસાઇટ પરથી પ્રોફાઇલ હટાવી દીધી હતી.
Related Articles
ચીનમાં માત્ર 5.3 સેકન્ડમાં 800 કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેનનો નવો રેકોર્ડ
ચીનમાં માત્ર 5.3 સેકન્ડમાં 800 કિ.મી.ની...
Aug 15, 2026
ઇન્ડોનેશિયામાં દરિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, 5ના મોત, સુનામીનું હાઈ એલર્ટ જાહેર
ઇન્ડોનેશિયામાં દરિયામાં 7.7ની તીવ્રતાનો...
Aug 15, 2026
ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવમાં ભયાનક મોજાના કારણે 95 મુસાફરો ભરેલી બોટ ડૂબતા 15નાં મોત, 20થી વધુ લાપતા
ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવમાં ભયાનક મોજાના...
Aug 12, 2026
અમેરિકામાં બેદરકારીથી વાહન ચલાવવા અને જાતીય હુમલા જેવા ગુનાઓના કારણે 1,75,000થી વધુ વિઝા રદ
અમેરિકામાં બેદરકારીથી વાહન ચલાવવા અને જા...
Aug 11, 2026
રશિયાના નિઝનેકામસ્ક પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો, 13નાં મોત, 48 ઘાયલ
રશિયાના નિઝનેકામસ્ક પર યુક્રેનનો મોટો ડ્...
Aug 11, 2026
કોલંબિયામાં 115 કિમી ઊંડાઈએ 7.4 તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ, 132ના મોત અને 570થી વધુ ઘાયલ
કોલંબિયામાં 115 કિમી ઊંડાઈએ 7.4 તીવ્રતાન...
Aug 11, 2026
Trending NEWS
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
14 August, 2026
14 August, 2026