Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ચારધામ યાત્રા : કેદારનાથમાં દુર્ઘટના બાદ બંધ કરાયલી હેલિકોપ્ટર સેવા ફરી શરૂ

June 17, 2025

ચારધામ માટે મંગળવારે હેલી સેવા સંચાલન શરૂ થઇ ગયું છે. 15 જૂનના રોજ કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના થઇ હતી. જે બાદ હેલીસેવા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ ઓથોરિટીના સીઇઓએ જણાવ્યુ કે હેલી સેવા સંચાલન આજથી શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં થઇ રહેલી હેલિકોપ્ટર દુર્ઘટનાને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલનને લઇને કડક નિર્દેશ આપ્યા છે. 

તેમણે કહ્યું કે સંચાલન માટે કડક એસઓપી તૈયાર કરવામાં આવે. હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિ જાણવામાં આવે અને ટેકઓફ પહેલા વાતાવરણની સ્પષ્ટ માહિતી મેળવવી અનિવાર્ય કરવામાં આવે, આ ઉપરાંત ટેક્નિકલ વિશેષજ્ઞોની સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્યો. જેથી હેલિકોપ્ટર ટેકઓફ થાય તે પહેલા તે સુરક્ષિત છે કે કેમ.. નિર્ધારિત માનાંકોમાં ખરુ ઉતર્યુ છે કે કેમ તે જાણી શકાય.