CJI બીઆર ગવઇ હોસ્પિટલમાં દાખલ કરાયા, તેલંગણાની મુલાકાત દરમિયાન તબિયત લથડી

July 15, 2025

દેશના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તેલંગણાના પ્રવાસ દરમિયાન તેમની તબિયત સારી ન હતી. તેઓ ગંભીર પ્રકારના સંક્રમણનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની હાલત હાલમાં સ્થિર છે. ડોક્ટરોએ કહ્યું કે એક બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી જશે.

પીટીઆઇ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ સારી છે. હાલ તેઓને શેનું સંક્રમણ થયુ છે તે જાણવા મળ્યુ નથી. પરંતુ તેઓની સારવાર ચાલી રહી છે અને હાલમાં તબિયત સારી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સીજેઆઇ 12 જુલાઇના રોજ હૈદરાબાદ ગયા હતા જ્યાં નાલસર લો યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ તેમની તબિયત સારી ન હોવાથી તેઓ સુપ્રિમ કોર્ટમાં પણ બેઠા ન હતા.