બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ ગયું, દિગ્ગજ અભિનેતા 'મુન્નાભાઈ' નો કટાક્ષ

July 15, 2025

બોલિવૂડના અભિનેતા સંજય દત્ત હાલના દિવસોમાં સાઉથની ફિલ્મોમાં જલવો બતાવી રહ્યા છે. તે હાલમાં તેની અપકમિંગ કન્નડ ફિલ્મ ‘કેડી ધ ડેવિલ’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે શિલ્પા શેટ્ટી પણ જોવા મળશે. સંજયે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન બોલિવૂડ પર કટાક્ષ કર્યો હતો. તેમનું માનવું છે કે બોલિવૂડ પૈસાની જાળમાં ફસાઈ ગયું છે. સંજયે બોલિવૂડની સરખામણી સાઉથની ફિલ્મ સાથે પણ કરી હતી.  સંજય દત્તે બોલિવૂડની વર્તમાન સ્થિતિ પર પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે' બોલિવૂડ હવે પૈસા અને નંબરની દોડમાં ફસાઈ ગયું છે,એક સમયે હિન્દી ફિલ્મ ઉદ્યોગ વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ માનવામાં આવતો હતો. પણ કોવિડે દસ્તક દીધા પછી બોલિવૂડ સાવ જ પાછળ જઇ રહ્યુ છે, હજી બોલિવૂડ કોવિડમાંથી બહાર નીકળી શક્યો નથી.જ્યારે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં હજુ પણ સિનેમા માટે જુસ્સો અને ઉત્સાહ છે. અહીં ફિલ્મ નિર્માતઓએ  દરેક ફિલ્મને પૂરા દિલથી બનાવે છે, જ્યારે બોલિવૂડ હવે સ્ક્રિપ્ટ અને વાર્તા કરતાં 'રિકવરી ફિગર્સ' અને 'બૉક્સ ઑફિસ' વિશે વધુ ચિંતિત છે. સિનેમા ફક્ત નંબરનો ખેલ નથી તેના માટે જુસ્સો અને ઉત્સાહ જરૂરી છે. ' સંજય દત્ત હાલમાં દક્ષિણ ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે કહ્યું ' સાઉથની ફિલ્મો કરવાનો આનંદ જ અલગ છે. KGF જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, હવે હું કેડીમાં પણ કામ કરી રહ્યો છું. દક્ષિણની ફિલ્મોમાં મને જુસ્સો, ઉર્જા અને વીરતા દેખાય છે તે હવે બોલિવૂડમાં ઓછું જોવા મળે છે.;