Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

ટ્રમ્પની હિટલર સાથે તુલના, લોકોએ કહ્યું - અમે ઘણું બધું ગુમાવ્યું

April 20, 2025

ઈમિગ્રેશન નીતિઓ વિરૂદ્ધ લોકોમાં રોષ
વોશિંગ્ટન : ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને અમેરિકાના સેકડોં શહેરમાં હજારો દેખાવકારોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની આકરી નીતિઓ વિરૂદ્ધ શનિવારે દેખાવો કર્યા હતા. ન્યૂયોર્કમાં વિરોધીઓએ શહેરની મુખ્ય લાઈબ્રેરીની બહાર એકત્રિત થઈ  'No Kings in America' (અમેરિકામાં કોઈ રાજા નહીં) અને 'Resist Tyranny' (તાનાશાહીનો વિરોધ) જેવા સુત્રોચ્ચાર કરતાં પોસ્ટર અને બેનર લગાવી દેખાવો કર્યા હતાં. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિઓનો અમેરિકન્સ દ્વારા જ વિરોધ થઈ રહ્યો છે. તેની ઈમિગ્રેશન નીતિઓ વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જોર-જોરથી સુત્રોચ્ચાર કર્યા હતા કે, 'કોઈ ભય નથછી, અમે ઈમિગ્રન્ટ્સનું અહીં સ્વાગત કરીએ છીએ.' આ સુત્રોચ્ચાર અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી ICE (ઈમિગ્રન્ટ્સ એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ)ના વિરોધમાં હતાં.

જે ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરી અટકાયત કરી રહી છે. વોશિંગ્ટન ડી.સી.માં દેખાવકારોએ ટ્રમ્પ સરકાર પર બંધારણીય સિદ્ધાંતો, ખાસ કરીને ન્યાયની પ્રક્રિયાના અધિકારને નબળો પાડવાનો આરોપ મૂક્યો હતો. રિપોર્ટ અનુસાર, વ્હાઈટ હાઉસની બહાર દેખાવો કરી રહેલાં 41 વર્ષીય બેન્જામિન ડગલસે જણાવ્યું હતું કે, આ કાયદો શાસન અને નાગરિકો પર અત્યાચાર ન કરવાના મૂળ સિદ્ધાંતો પર સીધો પ્રહાર કરે છે. અમુક લોકોને જાણી જોઈને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જેથી વિદેશી પ્રત્યે વિરોધ ભડકાવી શકાય અને લાંબા સમયથી ચાલી રહેલા સુરક્ષાના કાયદાને નબળો પાડી શકાય.
ન્યૂયોર્કના અન્ય એક દેખાવકાર કેથી વેલી (ઉ.વ. 73 વર્ષ)એ જણાવ્યું કે, અમારી પર મોટું સકંટ છે. મારા માતા-પિતાએ હિટલરના ઉદયની જે વાર્તાઓ સંભળાવી હતી, આજે ટ્રમ્પના દોરમાં એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં તફાવત માત્ર આટલો છે કે, ટ્રમ્પ હિટલર અને અન્ય નાઝી નેતાઓની તુલનાએ વધુ મુર્ખ છે. તેમનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે, તેમની પોતાની ટીમમાં  ફાટ પડેલી છે.